માદક પદાર્થ/ પૂર્વ કચ્છમાંથી પકડાયો માદક પદાર્થોનો જથ્થો, જાણો બીજે ક્યાં પકડાયું…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાની ઘટના સામે આવે છે. ત્યારે વધુ એકવાર SOGની ટીમે રાજ્યના પૂર્વ કચ્છમાંથી હેરોઈન અને અફીણના માલમત્તા સાથે જથ્થો જપ્ત કર્યો છે.

Gujarat Others
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 08T192837.911 પૂર્વ કચ્છમાંથી પકડાયો માદક પદાર્થોનો જથ્થો, જાણો બીજે ક્યાં પકડાયું...

Kachchh News: ગુજરાત પોલીસ માદક પદાર્થોને ડામવા અનેક પ્રયત્નો કરી રહી છે ત્યારે રાજ્માં ફરી એક વખત ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. પૂર્વ કચ્છના મેઘપર બોરિચીમાં SOGની ટીમે દરોડો પાડી હેરોઈનનો જથ્થો જપ્ત કરી રાજસ્થાની દંપતીની ધરપકડ કરી છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવાની ઘટના સામે આવે છે. ત્યારે વધુ એકવાર SOGની ટીમે રાજ્યના પૂર્વ કચ્છમાંથી હેરોઈન અને અફીણના માલમત્તા સાથે જથ્થો જપ્ત કર્યો છે. એસઓજીની ટીમને અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં હેરોઇન અને અફીણનો વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપે માહિતી મળ્યા મુજબ ઘટના સ્થળે દરોડો પાડ્યો હતો.

દરમિયાન, પોલીસને ઘટના સ્થળથી રૂપિયા 1.12 કરોડનું હેરોઈન અને અફીણનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત, ડ્રગ્સનો વેપાર કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિઓની પૂછપરછ કરાતા આ લોકો રાજસ્થાની દંપતી હોવાનું સામે આવ્યું છે. તેમજ 5 મહિનાથી ભાડે રહેતા હોવાની માહિતી મળી છે. પોલીસે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.

–સુરતમાં 8 કિલો ચરસ – ગાંજો પકડાયો
પોલીસની સક્રિયતા હોવા છતાં ડ્રગ્સ પેડલરો બેફામ નશીલા પદાર્થો જેવાં કે, હેરોઈન, ગાંજાની હેરાફેરી કરી રહ્યાં છે, ત્યારે સુરત પોલીસે ડ્રગ્સ સાથે બે નેપાળી યુવકોને ઝડપ્યા છે. સારોલી પોલીસને બાતમી મળી હતી કે, અહીં બે નેપાળી યુવકો માદક પદાર્થોની હેરાફેરી કરી રહ્યા છે. પોલીસે બાતમીને આધારે સ્થળ પર જઈ સારોલી ચેક પોસ્ટ નજીક બે નેપાળી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

દરમિયાન, આ બે શખ્સ પાસેથી 8 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની બજાર કિંમત રૂપિયા 11 લાખ જેટલી હોવાનું જણાય છે. વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આ આરોપીઓ સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

કચ્છમાં આ પહેલા પણ ડ્રગ્સના જથ્થાની હેરાફેરીની અગણિત ઘટનાઓ સામે આવી છે. કચ્છની ખાડી નજીક ગાંધીધામમાંથી રૂપિયા 800 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: