ગોંડલ/ શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો ,રૂ. 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા

વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે દરોડો પાડ્યો, શંકાસ્પદ 12,738 લિટર જથ્થો કબ્જે કરાયો

Gujarat Others
Untitled 425 શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપાયો ,રૂ. 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા

ગોંડલમાં થોડા સમય પહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયા ની ઘટના બાદ હાઇ-વે પર આવેલી માલધારી હોટલ નજીક વાડીના ગોડાઉનમાં સિટી પોલીસે રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘી નો જથ્થો કબ્જે કરી પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો જેનો રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો :Test series / ભારત અને ઇંગ્લેન્ડની સ્થગિત થયેલી પાંચમી ટેસ્ટ આગામી વર્ષે જુલાઇમાં રમાશે

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનું ધૂમ વેંચાણ થતું હોવાની જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ગોંડલ સીટી પોલીસ મથકના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન ગોંડલ ખાતે રહેતા અને હાઇ-વે નજીક માલધારી હોટલ પાસે વાડી ધરાવતા ભવાનભાઈ વિરજીભાઈ ગજેરા નામના ખેડૂતની વાડીના ગોડાઉનમાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતો હરસુખભાઈ વાઘજીભાઈ પરમાર દ્વારા શગુન કાઉ ઘી નામે ઘી બનાવતો હોવાની પી.એસ.આઇ. બી.એલ.ઝાલાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો ;રાષ્ટ્રીય એકતા દિવસ /  સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાશે

દરોડા દરમિયાન પોલીસે રૂા.27.43 લાખની કિંમતનો 12,738 લિટર શંકાસ્પદ ઘી સહિતનો મુદામાલ કબ્જે કરી નમૂના લઇ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથધરી છે. રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવાયું હતું.