central minister/ અમેરિકન કંપનીના ગુજરાત સ્થિત પ્રોજેક્ટ સામે સવાલ

કેન્દ્રિય ઉદ્યોગમંત્રીએ ઉઠાવ્યા સવાલ

Top Stories Gujarat Others
Beginners guide to 100 અમેરિકન કંપનીના ગુજરાત સ્થિત પ્રોજેક્ટ સામે સવાલ

Delhi News : જેડીએસ નેતા અને કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સવાલ ઉભા કર્યા છે. તેમણે શુક્રવારે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગુજરાતમાં 2.5 બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે 3.2 કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તાઓને એક ટેલિવિઝન લાઈવ સંબોધનમાં કંપનીનું નામ લઈને તેઓએ આ સવાલ કર્યા હતા. જોકે, એક દિવસ બાદ તેમણે રાજ્યના મામલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.

કુમાર સ્વામી મોદી શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 5 હજાર નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે 2 બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના 70 ટકા થાય છે. કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું.

કુમાર સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે, સેમિકન્ડક્ટર એક વ્યૂહાત્મક ઉદ્યોગ છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે તે મૂળભૂત જરૂરિયાત છે. આ બંને ક્ષેત્રો ઘણી રોજગારી પેદા કરે છે. દ્વારા લેવામાં આવેલી સેમિકન્ડક્ટર સંબંધિત પહેલની હું ખૂબ પ્રશંસા કરું છું  અને મારા મંત્રાલય દ્વારા તેમને પરિપૂર્ણ કરવા માટે કામ કરીશ.પીએમ મોદી દ્વારા તેમને ઉદ્યોગ મંત્રાલય સોંપવા પર આભાર માનતા કુમાર સ્વામીએ કહ્યું કે, તેઓ દેશના યુવાઓ માટે રોજગારની તક પેદા કરવા પર ધ્યાન આપશે. હું રાજ્યની બહાર નોકરીની તકોની સુવિધા પ્રદાન કરી શકું છું. તેના માટે તમારે બીજા રાજ્યમાં જવા માટે તૈયાર રહેવું પડશે. કર્ણાટનકા પૂર્વ મુખ્યમંત્રી, જેઓ પહેલીવાર કેન્દ્રીય મંત્રી બન્યા છે તેમણે કહ્યું કે, તેમને સિસ્ટમને સમજવા માટે લગભગ 15 દિવસની આવશ્યતા રહેશે.

કુમાર સ્વામીએ કર્ણાટકમાં કોંગ્રેસની ગેરેન્ટી યોજનાઓની આલોચના કરતા કહ્યું કે, અમે લોકો મફતની ચીજો પર નિર્ભર બનાવવા કરતા રોજગાર પ્રદાન કરીને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ રાખે છે. પીએમ મોદીએ તેમને અને જેડીએસને સન્માન આપ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં 9 ઉમેદવારોને EOUમાં પૂછપરછ માટે પુરાવા સાથે બોલાવવામાં આવ્યા

આ પણ વાંચો: બદ્રીનાથ હાઈવે પર મોટો અકસ્માત, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો: 8ના મોત

આ પણ વાંચો:નશામાં ધૂત સૈનિકે સીટ પર કર્યો પેશાબ, મામલો પહોંચ્યો PMO