Not Set/ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવેના રાજીનામાં બાદ નેતાઓએ ઉઠાવ્યા સવાલ, કપિલ સિબ્બલે આપ્યું આ મોટું નિવેદન

ગાંધી પરિવાર સભ્યો અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલી રહેલી ફૂટફાટની વાતો વચ્ચે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવે.

Top Stories India
સુષ્મિતા દેવેના

ગાંધી પરિવાર સભ્યો અને કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે ચાલી રહેલી ફૂટફાટની વાતો વચ્ચે મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવે પાર્ટી તરફથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ હવે આ મામલે પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા સવાલો ઉભા કર્યા છે. સુષ્મિતા દેવેના રાજીનામાં બાદ બાદ સવાલ ઉઠ્યા  છે.

આ પણ વાંચો :મહિલા મોરચા પ્રમુખ સુસ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

સુષ્મિતા દેવના રાજીનામાં અંગે પાર્ટીના ટોચના નેતા કપિલ સિબ્બલે આ રીતે યુવાનો પાર્ટી છોડીને જતા સવાલ ઉભા કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ સાંસદ રિપુન બોરાએ પણ ફેસબુક પર તેઓના નિર્ણય પર પુનઃવિચાર કરવા માટે અનુરોધ કર્યો છે.

કપિલ સિબ્બલે ટ્વીટ કરતા કહ્યું કે, ”સુષ્મિતા દેવની પાર્ટીની પ્રાથમિક સદસ્યતા પદેથી રાજીનામું આપ્યું છે. જયારે યુવાઓ પાર્ટી છોડીને જાય છે, ત્યારે વુદ્ધ લોકોને મજબુત કરવાના પ્રયાસો માટે દોષિત ઠેરવવામાં આવે છે. પાર્ટી આંખો બંધ કરીને આ જ રીતે આગળ વધે છે.

આ પણ વાંચો :OMG! / પોલીસ સ્ટેશનની બહારથી જ 3 લાખ રૂપિયા લઈને ફરાર થયો વાંદરો, પછી થયું આવું

આ ઉપરાંત રિપુન બોરાએ કહ્યું, ”સુષ્મિતા દેવ એક સમર્પિત કોંગ્રેસ નેતા હતા, ક્યારેક વિચાર્યું ન હતું કે તેઓ આ પ્રકારે નિર્ણય લેશે. અમારો એક પરિવાર જેવો નાતો હતો. જો તેમનું મન પાર્ટીમાં થોડુંક પણ  પામતું ન હતું, તો તે અંગે ચર્ચા કરવી જરૂરી હતી. હું તેમના નિર્ણય પર કરી રહ્યો છું અને પુનઃવિચાર કરવા માટે અનુરોધ કર્યો છે.

TMC અથવા સુષ્મિતા તરફથી અત્યારે કંઈપણ સ્પષ્ટ નથી. આ દરમિયાન તેમના બીજેપીમાં જવાની અટકળો પણ તેજ છે. આના પર આસામ બીજેપીના મહાસચિવ ડૉક્ટર રાજદીપ રાયે કહ્યું છે કે, આવું નથી. તેમણે કહ્યું કે, “સુષ્મિતા દેવ બીજેપીમાં સામેલ નથી થઈ રહી. તે અમારા કોઈપણ સિનિયર નેતાના સંપર્કમાં નથી.” ઉલ્લેખનીય છે કે સુષ્મિતા દેવ આસામ બંગાળના મોટા નેતા સંતોષ મોહન દેવની દીકરી છે. સુષ્મિતા દેવ આસામની સિલ્ચર સીટથી સાંસદ પણ ચૂંટાઈ હતી. સુષ્મિતા દેવ અત્યારે ઑલ ઇન્ડિયા મહિલા કૉંગ્રેસની અધ્યક્ષ હતા.

આ પણ વાંચો :કેરળમાં કોરોનાના વધતા જતા કેસો ને લઈને , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યની મુલાકાતે

આ પહેલા સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના સમાચાર પણ માર્ચમાં આસામની ચૂંટણી સમયે આવ્યા હતા. જો કે, તે સમયે આ અહેવાલોને અફવાઓ કહેવામાં આવતી હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં રસીનાં ડબલ ડોઝ પર ભારી પડી રહ્યા છે ડેલ્ટા પ્લસનાં આ ત્રણ વાયરસ