Cricket/ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નાઇમાં બીજી ટેસ્ટનાં પહેલા દિવસે ભારતીય ટેસ્ટ ટીમનાં ઉપ-સુકાની અજિંક્ય રહાણેએ તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.

Sports
PICTURE 4 173 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપમાં રહાણેએ બનાવ્યો રેકોર્ડ, અન્ય કોઇ ભારતીય નથી કરી શક્યું તેવુ

ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ચેન્નાઇમાં બીજી ટેસ્ટનાં પહેલા દિવસે ભારતીય ટેસ્ટ ટીમનાં ઉપ-સુકાની અજિંક્ય રહાણેએ તેના નામે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. રહાણે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) માં 1,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.

રહાણેએ WTC અંતર્ગત રમાયેલી 15 મી ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. બીજી ટેસ્ટમાં રહાણેએ અડધી સદી ફટકારી આઉટ થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) માં કુલ 1,037 રન છે. રહાણે આ ચેમ્પિયનશીપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં 5 માં સ્થાને પહોંચી ગયો છે. 13 ટેસ્ટમાં 1,675 રન સાથે ઓસ્ટ્રેલિયાનાં માર્નસ લાબુશેન ટોપ પર છે, જ્યારે ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 1,550 રન સાથે બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ 1,341 રન સાથે ત્રીજા નંબરે છે જ્યારે ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 1,220 રન સાથે ચોથા ક્રમે છે.

રહાણે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં કોઇ ખાસ દેખાવ કરી શક્યો નહીં. પ્રથમ ઇનિંગ્સમાં તે એક રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. વળી બીજી ઇનિંગમાં પેસર જેમ્સ એન્ડરસનને રહાણેને ખાતું પણ ખોલવા દીધું નહોતુ.

Cricket / ટીમ ઈન્ડિયા માટે આવ્યા Good News, ઈંગ્લેન્ડનાં આ ફાસ્ટ બોલરની બીજી ટેસ્ટ મેચમાંથી બાદબાકી

Cricket / શ્રીસંતનું આઇપીએલ રમવાનું સપનું  તૂટ્યું, હરાજીમાં ના મળ્યું સ્થાન

IPL / IPL 2021 હરાજીની ફાઇનલ યાદી જાહેર, 1114 માંથી 292 ખેલાડીઓ બચ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ