Political/ રાહુલે સરકાર પર કટાક્ષ કરતા લોકોને કોરોનાથી પોતાનુ ધ્યાન પોતે જ રાખવાની આપી સલાહ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર કટાક્ષ કરવાની એકપણ તક ક્યારે છોડતા નથી. તેમણે હંમેશા કોરોના વાયરસ મહામારીને લઇને સરકારની નીતિઓની ટીકા કરી છે.

Top Stories India
1 266 રાહુલે સરકાર પર કટાક્ષ કરતા લોકોને કોરોનાથી પોતાનુ ધ્યાન પોતે જ રાખવાની આપી સલાહ

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર કટાક્ષ કરવાની એકપણ તક ક્યારે છોડતા નથી. તેમણે હંમેશા કોરોના વાયરસ મહામારીને લઇને સરકારની નીતિઓની ટીકા કરી છે. આજે તેમણે લોકોને કોરોના મહામારીથી પોતાનું ધ્યાન પોતે જ રાખવાની સલાહ આપી. કારણ કે તેમના મતે સરકાર બધુ વેચવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – ગુજરાત હાઇકોર્ટ / ગુજરાત સરકારની લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણાની અરજી ફગાવતી હાઇકોર્ટ

તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત કરી હતી. જેના માટે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોવિડ-19 ની પરિસ્થિતિ અને રસીકરણની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે લોકોને પોતાની સંભાળ રાખવાની સલાહ આપી છે. રાહુલ ગાંધી શરૂઆતથી જ કોરોના મહામારી અંગે સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. વળી, તે હંમેશા રસીકરણની ઝડપ વધારવાની માંગણી કરતા આવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, કોવિડ દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે. આગામી લહેરમાં ગંભીર પરિણામો ટાળવા માટે રસીકરણ વેગ આપવું આવશ્યક છે. હવે તમે તમારી સંભાળ રાખો કારણ કે ભારત સરકાર હાલમાં વેચવામાં વ્યસ્ત છે.

અગાઉ પણ તેમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન પર બે ટ્વીટ કર્યા હતા. પહેલા તેમણે લખ્યું- “પહેલા ઈમાન વેચાયું અને હવે … #IndiaOnSale”. આ પછી, બીજામાં, સાંસદે લખ્યું કે રાષ્ટ્રીય ‘મિત્રતા’ યોજના, રોડ-રેલ-એરપોર્ટ-વીજળી-ગેસ-પેટ્રોલ-ખાણ-સ્ટેડિયમ-વેરહાઉસ.

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત કરી ત્યારથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી તેમના પર પ્રહારો કરી રહ્યા છે. બુધવારે નિર્મલા સીતારમણે કહ્યું કે, પહેલા રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે તેઓ મુદ્રીકરણને સમજે છે કે નહીં. મોદી સરકારે આ નિર્ણય સમજી વિચારીને લીધો છે. કોંગ્રેસ એક એવો પક્ષ છે જેણે દેશનાં સંસાધનો વેચ્યા અને લાંચ લીધી.

આ પણ વાંચો – મહારાષ્ટ્ર / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,164 નવા કેસ નોંધાયા છે, જ્યારે 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં, હવે ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,25,57,782 થઈ ગઈ છે, જેમાંથી 4,36,396 મૃત્યુ પામ્યા છે, જ્યારે 3,17,81,052 ઠીક થયા છે. આવી સ્થિતિમાં, સક્રિય કેસોની સંખ્યા માત્ર 3,27,580 છે. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનનાં 60 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.