Cricket/ ટીમ ઈન્ડિયાનાં કોચપદ માટે રાહુલ દ્રવિડે કર્યુ આવેદન, અરજી કરવાનો આજે છે અંતિમ દિવસ

ટીમ ઈન્ડિયાનાં કોચ પદ માટે રાહુલ દ્રવિડ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એવી આશા છે કે T20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચની જવાબદારી સંભાળી શકે છે.

Top Stories Sports
રાહુલ દ્રવિડ હેડ કોચ આવેદન
  • ટીમ ઈન્ડિયાના કોચપદ અંગે મોટા સમાચાર
  • રાહુલ દ્રવિડે કોચપદ માટે કર્યું આવેદન
  • ટી20 વિશ્વકપ બાદ ખાલી પડી રહ્યું છે સ્થાન
  • રવિ શાસ્ત્રીના સ્થાન લઇ શકે છે રાહુલ દ્રવિડ
  • કોચપદ માટે અરજી કરવાનો આજે છે અંતિમ દિવસ

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે. BCCI નાં એક સૂત્રએ PTI ને આ માહિતી આપી હતી. ટીમ ઈન્ડિયાનાં કોચ પદ માટે રાહુલ દ્રવિડ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એવી આશા છે કે T20 વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમનાં કોચની જવાબદારી સંભાળી શકે છે.

આ પણ વાંચો – T20 World Cup / સ્કોટલેન્ડ વિરુદ્ધ મોટી જીતનો અફઘાનિસ્તાનને થયો ફાયદો, પોઇન્ટ ટેબલમાં પહોંચ્યુ ટોપ પર

આપને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડનાં કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ આ વર્ષે જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. રાહુલ દ્રવિડનાં કોચિંગ હેઠળ, ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર ODI સીરીઝ કબજે કરવામાં સફળ રહી હતી, જ્યારે મુલાકાતી ટીમને T20 સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ દ્રવિડે કોચ તરીકે ભારતની અંડર-19 ટીમ અને ઈન્ડિયા-A ટીમની જવાબદારી સંભાળી છે. આ દરમિયાન તેણે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કર્યા છે અને તેમને ટીમ ઈન્ડિયામાં લાવ્યા છે. રાહુલ દ્રવિડ હાલમાં NCA નાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા છે.

થોડા સમય પહેલા રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકાનાં પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મુખ્ય કોચની જવાબદારી નિભાવી હતી. રાહુલ દ્રવિડનાં કોચિંગ હેઠળ ભારતીય ટીમે શ્રીલંકાને વનડે સીરીઝમાં હરાવ્યું હતું. જો કે, T20 સીરીઝમાં ભારતનાં ઘણા મહત્વપૂર્ણ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…