રાજકીય/ રાહુલ ગાંધીએ કવિતા શેર કરીને મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, લખ્યું- તે હૃદય નથી, પથ્થર છે …

કોરોના કાળમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીએમ મોદી અને તેમની સરકાર પર સતત હુમલો કરે છે. કેટલીકવાર રસીની નિકાસને લઇ તો કેટલીક વાર  ઓક્સિજન સિલિન્ડરનો અભાવ  વિગેરે મુદ્દાઓ પર રાહુલ ગાંધી સતત સરકાર ઉપર નિશાન સાધતા રહે છે.

Top Stories India
vaccine 12 રાહુલ ગાંધીએ કવિતા શેર કરીને મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર, લખ્યું- તે હૃદય નથી, પથ્થર છે ...

કોરોના કાળમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીએમ મોદી અને તેમની સરકાર પર સતત હુમલો કરે છે. કેટલીકવાર રસીની નિકાસને લઇ તો કેટલીક વાર  ઓક્સિજન સિલિન્ડરનો અભાવ  વિગેરે મુદ્દાઓ પર રાહુલ ગાંધી સતત સરકાર ઉપર નિશાન સાધતા રહે છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જ રહે છે.  આ કડીને આગળ ધરીને રાહુલ ગાંધીએ ગુરુવારે ફરી એકવાર સરકાર અને ખાસ કરીને પીએમ મોદીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક કવિતાની પંક્તિઓ શેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું છે:

जो भरा नहीं है भावों से,
जो दर्द सुनने को तैयार नहीं,
वह हृदय नहीं है पत्थर है,
जिस ‘सिस्टम’ को जन से प्यार नहीं!

આ પહેલા રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલતાં તેને અંધ સિસ્ટમ ગણાવી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “એકબીજાની મદદ કરતી વખતે સામાન્ય લોકો બતાવે છે કે કોઈના દિલને સ્પર્શવા માટે હાથને સ્પર્શ કરવાની જરૂર નથી, ચાલો આપણે સહાયક હાથ લંબાવીએ, ચાલો આપણે આ અંધ ‘સિસ્ટમ’નું સત્ય બતાવીએ.” આ અગાઉ રાહુલ ગાંધીએ સેન્ટ્રલ વિસ્તા પ્રોજેક્ટ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.