મોદી સરનેમ વિવાદ/ રાહુલ ગાંધી સુરત આવવા રવાના થયા, કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા કોંગ્રેસના કાર્યકરો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2.10 વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચશે તેમ માનાવામાં આવી રહ્યું છે, આ પહેલા કોંગ્રેસના નેતાઓ અને દિગ્ગજ વકીલો પણ આવી પહોંચવાના છે.

Top Stories Gujarat Surat
રાહુલ ગાંધી

 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ‘મોદી સરનેમ’ અંગેના માનહાનિના કેસમાં દોષિત ઠરવા સામે ગુજરાત સુરતની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરશે. આ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી રાહુલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક જ વાહનમાં એરપોર્ટ જવા રવાના થયા હતા અને ત્યાંથી ફ્લાઈટ લઈને સુરત જવા રવાના થયા હતા. સાથે જ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ફ્લાઈટમાં દેખાયા હતા.

કોર્ટે 52 વર્ષીય રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને 500 (વ્યક્તિની ફોજદારી માનહાનિ માટે દોષિત વ્યક્તિ માટે સજા) હેઠળ દોષિત ઠેરવ્યા છે. જો કે, કોર્ટે તે જ દિવસે રાહુલ ગાંધીને પણ જામીન આપ્યા હતા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી હતી, જેથી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી શકે. આજ અપીલ દાખલ કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનો પણ સુરત પહોચ્યા છે. જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે તેમના સમર્થનમાં નિવેદન આપ્યુ હતુ કે, હું મારા નેતા (રાહુલ ગાંધી) સાથે જઈ રહ્યો છું, આ ન્યાયતંત્ર પર દબાણ કેવી રીતે હોઈ શકે? તેઓ (ભાજપ) પશ્ચિમ બંગાળ અને બિહારમાં હંગામો મચાવી રહ્યા છે. હજુ સુધી પીએમ મોદી અને અમિત શાહ તરફથી કોઈ અપીલ આવી નથી..:

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે 2.10 વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચશે તેમ માનાવામાં આવી રહ્યું છે, આ પહેલા કોંગ્રેસના નેતાઓ અને દિગ્ગજ વકીલો પણ આવી પહોંચવાના છે. રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ, કોર્ટ સહિતના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં સુરતમાં જિલ્લા અને સેશન્સ કોર્ટની બહાર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એકઠા થયા હતા, જેઓ માનહાનિના કેસમાં તેમની સજા સામે અપીલ કરવા આજે અહીં પહોંચ્યા છે. જો કે આ વિવાદમાં કઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરત પોલીસ પણ સજ્જ છે. સુરત પોલીસ DCP ઝોન-4 સાગર બાગમારે જણાવ્યુ હતુ કે, સુરત જિલ્લા કોર્ટમાં રાહુલ ગાંધીની હાજરીને જોતા સુરત શહેર પોલીસે જ્યાં પણ હિલચાલની શક્યતા હોય ત્યાં પોલીસ દળ તૈનાત કરી દીધું છે. અમે ફ્રિસ્કિંગ અને ચેકિંગ પણ શરૂ કરીશું.

ગુજરાતમાં રહેલા રાહુલ ગાંધીના વકીલ કીર્તિ પાનવાલા જણાવે છે કે, અમે સોમવારે સુરતની નીચલી કોર્ટે માનહાનીના કેસમાં જે ચૂકાદો આપ્યો છે તેની સામે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવાના છીએ, 23મી માર્ચે વર્ષ 2019ના મોદી અટક પર થયેલા માનહાનીના કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા.

આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે

આ પણ વાંચો:અધિકારીઓની હેરાનગતિઃ હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી. ડ્રાઈવરને પરેશાન કરાયો

આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?