Not Set/ કેન્દ્રની મોદી સરકાર પર રાહુલ ગાંધીએ કસ્યો તંજ, પૂછ્યું Howdy Economy

દેશમાં આજે મોટા ભાગનાં સેક્ટરોમાં મંદીની હાલત બની રહી છે. તેવામાં સરકાર દ્વારા આ મંદીથી બહાર નીકળવા કોઇ નક્કર પગલા લેવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. પરંતુ શું સરકાર આ વિશે ગંભીર છે ખરી? આ એક મોટો સવાલ છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન ન આપતા સરકાર અવનવા પ્રોગ્રામો કરવામાં વ્યસ્ત બની રહી […]

Top Stories India
rahul gandhi 1568860870 lb કેન્દ્રની મોદી સરકાર પર રાહુલ ગાંધીએ કસ્યો તંજ, પૂછ્યું Howdy Economy

દેશમાં આજે મોટા ભાગનાં સેક્ટરોમાં મંદીની હાલત બની રહી છે. તેવામાં સરકાર દ્વારા આ મંદીથી બહાર નીકળવા કોઇ નક્કર પગલા લેવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. પરંતુ શું સરકાર આ વિશે ગંભીર છે ખરી? આ એક મોટો સવાલ છે. ત્યારે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન ન આપતા સરકાર અવનવા પ્રોગ્રામો કરવામાં વ્યસ્ત બની રહી છે. તાજેતરમાં Howdy Modi મોટો વિષય બન્યો છે. ત્યારે કહેવાય છે ને કે, રાજકારણમાં મુદ્દાઓની કોઈ કમી નથી અને વિપક્ષનું કામ સરકારને ઘેરી લેવાનું જ હોય છે. હવે આ મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સરકાર પર તંજ કસ્યો છે.

કોંગ્રેસ પક્ષ પાસે પાંચ ટકા જીડીપીનો એક મોટો મુદ્દો આવ્યો છે અને કોંગ્રેસનાં નેતાઓ મોદી સરકાર પર હુમલો કરી પણ રહ્યા છે. કોંગ્રેસનાં નેતાઓ કહે છે કે મોટી વાતો કરવી અને લોકોનાં હાથમાં કામ હોવું એ બંન્ને અલગ-અલગ વાત છે. અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે અને વર્તમાન સરકાર આ સત્યથી ધ્યાન હટાવવા માટે ગોળ ગોળ વાતો કરી રહી છે.

પીએમ મોદી યુએનજીએની બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે અને તે પહેલા તેઓ 22 સપ્ટેમ્બરે હોસ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે. આ સમગ્ર બાબતને ધ્યાને લેતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર દરમિયાન વર્તમાન અર્થવ્યવસ્થાને નિશાન બનાવ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, અર્થતંત્ર કેવી રીતે કાર્ય કરી રહ્યું છે. શ્રી મોદી એવુ લાગી રહ્યુ છે કે અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે અને સરકાર કંઈ કરી શકતી નથી.

આ અગાઉ કોંગ્રેસનાં મહાસચિવ અને રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે એક તરફ ભાજપનાં નેતાઓ મોટી મોટી વાતો કરે છે. પરંતુ ઉત્તર ભારતીઓ વિશે કહે છે કે તેઓ લાયક નથી માટે રોજગાર નથી મેળવી રહ્યા, જ્યારે વાસ્તવિકતા એ છે કે અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે અને રોજગારનો અભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.