Vijay Diwas/ રાહુલ ગાંધીએ 1971 નાં યુદ્ધની યાદ અપાવતા PM પર કર્યો કટાક્ષ

આજે ‘વિજય દિવસ’ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને વિજય દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, વર્ષ 1971 માં પાકિસ્તાન ઉપર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી પર દેશવાસીઓને અભિનંદન અને સૈન્યની બહાદુરીને સલામ. આ તે સમયની વાત છે જ્યારે ભારતનાં પાડોશી દેશો ભારતનાં વડા પ્રધાનનાં દમખમને માનતા હતા અને આપણા દેશની સરહદનું […]

Top Stories India
1st 43 રાહુલ ગાંધીએ 1971 નાં યુદ્ધની યાદ અપાવતા PM પર કર્યો કટાક્ષ

આજે ‘વિજય દિવસ’ નિમિત્તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને વિજય દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, વર્ષ 1971 માં પાકિસ્તાન ઉપર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી પર દેશવાસીઓને અભિનંદન અને સૈન્યની બહાદુરીને સલામ. આ તે સમયની વાત છે જ્યારે ભારતનાં પાડોશી દેશો ભારતનાં વડા પ્રધાનનાં દમખમને માનતા હતા અને આપણા દેશની સરહદનું ઉલ્લંઘન કરતા ડરતા હતા! #Vijaydiwas

1st 44 રાહુલ ગાંધીએ 1971 નાં યુદ્ધની યાદ અપાવતા PM પર કર્યો કટાક્ષ

આપને જણાવી દઇએ કે, 1971 નાં યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતને કારણે આજનો દિવસ ઉજવવામાં આવે છે. આ યુદ્ધનાં અંત પછી 93,000 પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું હતુ. 1971 નાં યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી હતી, ત્યારબાદ પૂર્વી પાકિસ્તાન સ્વતંત્ર થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક હતું અને દરેક દેશવાસીઓનાં હૃદયમાં ઉત્તેજનાને પૈદા કરતુ હતુ, બાંગ્લાદેશમાં આ દિવસને ‘વિક્ટ્રી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.

1st 45 રાહુલ ગાંધીએ 1971 નાં યુદ્ધની યાદ અપાવતા PM પર કર્યો કટાક્ષ

આ યુદ્ધ પછી, પાકિસ્તાની સૈન્યનાં લગભગ 90 હજાર પાક સૈનિકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. કહેવાય છે કે, પાકિસ્તાની સૈન્યે યુદ્ધ પહેલા અને તે દરમિયાન બે લાખ મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ લડતમાં 3 મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ એક કરોડ લોકોએ ભારતમાં આશરો લીધો હતો. 13 દિવસ ચાલેલા આ યુદ્ધમાં 3900 સૈનિકો શહીદ થયા હતા. જો કે આ યુદ્ધમાં શાનદાર નેતૃત્વ માટે 1972 નાં ગણતંત્ર દિવસ પર માણેકશોને પહેલા ફીલ્ડ માર્શલનાં રૂપમાં તરક્કી દેતા પદ્મ વિભૂષણથી પણ નવાજમાં આવ્યા અને ઈન્દિરા ગાંઘીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ભારત અને ઇન્દિરા ગાંધી માટેનો સૌથી ગર્વનો પ્રસંગ હતો.

તુર્કી પર અમેરિકાના પ્રતિબંધ સાથે રશિયા પાસેથી S-400 ખરીદી મામલે ભારત પર દબાણ

સરકાર અને ખેડૂત બંનેની જીદ, સુપ્રીમમાં સુનાવણી કોની થશે જીત

ઓવૈસીના કારણે બંગાળમાં બિહારવાળીનો ડર, ભાજપથી મોટો ચોર કોઇ નહીં – મમતા બેનર્જી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો