VISIT/ દિલ્હીમાં રાહુલ ગાંધી બાઇક રીપેર કરતા જોવા મળ્યા,કારીગરો અને વેપારીઓ સાથે કરી મુલાકાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના કરોલ બાગમાં  કારીગરો અને વેપારીઓ સાથે બેઠક કરી હતી,અહીં તેમણે મશીનો વિશે માહિતી મેળવી

Top Stories India
10 4 દિલ્હીમાં રાહુલ ગાંધી બાઇક રીપેર કરતા જોવા મળ્યા,કારીગરો અને વેપારીઓ સાથે કરી મુલાકાત

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નવી દિલ્હીના કરોલ બાગમાં  કારીગરો અને વેપારીઓ સાથે બેઠક કરી હતી,અહીં તેમણે મશીનો વિશે માહિતી મેળવી, સાથે જ બાઇક રિપેર કરવાનું પણ શીખતા જોવા મળ્યા. દિલ્હીના કરોલ બાગમાં સાયકલ માર્કેટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને જોઈને લોકો ખૂબ જ ખુશ થયા. લોકો તેને મળવા આતુર દેખાયા. લોકોએ તેમની સાથે તસવીરો પણ ક્લિક કરી હતી.

 

 

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધી હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતાની ટ્રક ડ્રાઈવરો સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયા.ભારત જોડો યાત્રા  સમયે પણ  રાહુલ ગાંધી દેશના નાના વર્ગના લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. કર્ણાટકની ચૂંટણી દરમિયાન તે બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર ચલાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.