Not Set/ ગુજરાતમાં રાહુલ-પ્રિયંકાના વધુ કાર્યક્રમો માટે કોંગ્રેસની તૈયારી

આગામી લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વધુને વધુ ચૂંટણી સભા-રેલી-રોડ શો યોજાય તે માટે કોંગ્રેસ તખ્તો ગોઠવશે. ગુજરાત કોંગ્રેસના સુત્રો કહે છે કે આગામી દિવસોમાં ગુજરાતના ચાર ઝોનમાં કાર્યક્રમો યોજાય તે માટે હાઇકમાન્ડ સમક્ષ વિનંતી કરવામાં આવશે. આ સિવાય અન્ય સ્ટાર પ્રચારકોને પણ જે તે ઉમેદવાર,વિસ્તારની માંગણી પ્રમાણે ચૂંટણી મેદાનમાં પ્રચાર […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 297 ગુજરાતમાં રાહુલ-પ્રિયંકાના વધુ કાર્યક્રમો માટે કોંગ્રેસની તૈયારી

આગામી લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વધુને વધુ ચૂંટણી સભા-રેલી-રોડ શો યોજાય તે માટે કોંગ્રેસ તખ્તો ગોઠવશે.

ગુજરાત કોંગ્રેસના સુત્રો કહે છે કે આગામી દિવસોમાં ગુજરાતના ચાર ઝોનમાં કાર્યક્રમો યોજાય તે માટે હાઇકમાન્ડ સમક્ષ વિનંતી કરવામાં આવશે.

આ સિવાય અન્ય સ્ટાર પ્રચારકોને પણ જે તે ઉમેદવાર,વિસ્તારની માંગણી પ્રમાણે ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે ઉતારવામાં આવશે. સુત્રો અનુસાર પક્ષની આગામી મિટિંગમાં દેશવ્યાપી કાર્યક્રમો નક્કી થવાના છે,જેમાં ગુજરાતમાં પણ વધુમાં વધુ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના કાર્યક્રમો યોજાય તે માટે તખ્તો ગોઠવાશે.

પ્રિયંકા ગાંધી કોંગ્રસના સ્ટાર પ્રચારક તરીકે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં જનસભા સંબોધે તે માટે આગામી દિવસોમાં હાઇકમાન્ડને વિનંતી કરાશે. હવે લોકસભાની 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો જામશે.