Not Set/ વિદેશ મંત્રી એસ જયશંકરનાં સંસદમાં નિવેદન બાદ પણ રાહુલ ગાંધીએ કર્યા PM મોદી પર શાંબ્દિક પ્રહાર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં નિવેદન બાદ ભારતીય રાજનીતિમાં ખલબલી મચી ગઇ છે. કાશ્મીર મુદ્દે ટ્રંપનાં નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાનો સાધ્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે, “ જો આ નિવેદન સાચુ છે તો PM મોદીએ ભારતનાં હિતો અને 1972 નાં શિમલા કરાર સાથે કપટ કર્યુ છે. […]

Top Stories India
rahulg12 વિદેશ મંત્રી એસ જયશંકરનાં સંસદમાં નિવેદન બાદ પણ રાહુલ ગાંધીએ કર્યા PM મોદી પર શાંબ્દિક પ્રહાર

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં નિવેદન બાદ ભારતીય રાજનીતિમાં ખલબલી મચી ગઇ છે. કાશ્મીર મુદ્દે ટ્રંપનાં નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ PM મોદી પર નિશાનો સાધ્યો છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યુ કે, “ જો આ નિવેદન સાચુ છે તો PM મોદીએ ભારતનાં હિતો અને 1972 નાં શિમલા કરાર સાથે કપટ કર્યુ છે.  એક નબળા વિદેશ મંત્રાલય ઇનકાર નથી કરતુ. PM મોદીને રાષ્ટ્રને જણાવ્યુ જોઇએ કે તેમના વચ્ચે બેઠકમાં શું થયુ?”

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાનાં ટૂર પર છે. તેમની સાથે થયેલી મુલાકાતમાં અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની ઓફર આપી હતી. ટ્રંપે કહ્યુ કે, પીએમ મોદી પણ તેમને મધ્યસ્થતા કરવાનું કહ્યુ હતુ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનાં કાશ્મીર મુદ્દા પર નિવેદનને લઇને સંસદમાં ઘણો હંગામો મચ્યો હતો. મંગળવાર સવારે કોંગ્રેસે રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો. લોકસભામાં કોંગ્રેસ સાંસદો તે સમયે બહાર નિકળી ગયા જે સમયે વિદેશ મંત્રી આ મામલે સરકારનો પક્ષ રાખી રહ્યા હતા.

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની આગેવાની હેઠળ વિરોધ પક્ષોના નેતાઓએ મંગળવારે સંસદ ગૃહમાં પત્રકારોને જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમના કથિત નિવેદનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો છે. આવા સંજોગોમાં, પીએમ મોદીએ સંસદનાં બંને ગૃહોમાં આ વિશે નિવેદન આપીને પરિસ્થિતિને સમજાવવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.