Political/ પેગાસસ ખુલાસા બાદ રાહુલ ગાંધીનો સરકાર પર શાંબ્દિક પ્રહાર

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ ડીલ પર ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલનાં કારણે દેશની રાજનીતિમાં એકવાર ફરી ગરમાવો આવ્યો છે. જેના કારણે વિપક્ષ દેશની મોદી સરકાર પર આક્રમક બન્યો છે.

Top Stories India
પ્રહાર

ઇઝરાયલી સ્પાયવેર પેગાસસ ડીલ પર ન્યૂયોર્ક ટાઇમ્સનાં અહેવાલનાં કારણે દેશની રાજનીતિમાં એકવાર ફરી ગરમાવો આવ્યો છે. જેના કારણે વિપક્ષ દેશની મોદી સરકાર પર આક્રમક બન્યો છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેથી લઈને કોંગ્રેસનાં ઘણા દિગ્ગજ નેતાઓએ મોદી સરકારને સવાલો પૂછ્યા છે.

આ પણ વાંચો – OMG! / પાલતુ કૂતરા માટે માલિકેે Book કરાવી બિઝનેસ ક્લાસની Ticket

આપને જણાવી દઇએ કે, યુએસ દૈનિક અખબાર ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ તેના એક સમાચાર અહેવાલમાં જણાવે છે કે 2017 માં ભારત-ઇઝરાયેલ વચ્ચે લગભગ બે અબજ ડોલરનાં શસ્ત્રો અને ગુપ્તચર સાધનોનાં સોદામાં ઇઝરાયેલનાં સ્પાઇવેર પેગાસસ અને મિસાઇલ સિસ્ટમ “કેન્દ્ર” હતા. સરકાર પર પ્રહાર કરતા, રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર પર કહ્યું, “મોદી સરકારે શા માટે ભારતનાં દુશ્મનો જેવું વર્તન કર્યું અને ભારતીય નાગરિકો સામે યુદ્ધનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો?” તેમણે વધુમાં કહ્યું કે, પેગાસસનો ઉપયોગ કરીને ગેરકાયદેસર જાસૂસી કરવી રાજદ્રોહની શ્રેણીમાં આવે છે. કાયદાથી ઉપર કોઈ નથી અને અમે સુનિશ્ચિત કરીશું કે ન્યાય મળે. પેગાસસ મુદ્દે અનેક વખત મોદી સરકારને ઘેરી ચૂકેલા રાહુલ ગાંધીએ આજે ફરી મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે. રાહુલે ટ્વીટ કર્યું કે, મોદી સરકારે આપણી લોકશાહીની પ્રાથમિક સંસ્થાઓ, રાજ્યનાં નેતાઓ અને જનતાની જાસૂસી કરવા માટે પેગાસસને ખરીદ્યું. ફોન ટેપ કરીને શાસક પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયતંત્ર બધાને નિશાન બનાવ્યુ છે, આ દેશદ્રોહ છે. મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે.

રાજ્યસભાનાં સાંસદ અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, અહેવાલમાં “જાહેરાતો” નો અર્થ એવો થાય છે કે સરકારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ અને સંસદને “ગેરમાર્ગે” કરી છે. વળી, યુથ કોંગ્રેસનાં વડા શ્રીનિવાસ બીવીએ પણ મીડિયા અહેવાલોને ટાંકીને ટ્વીટ કર્યું કે, આ રીતે સાબિત થયું છે! ચોકીદાર જ જાસૂસ છે..’ શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે સ્પાયવેરનો ઉપયોગ સંરક્ષણ હેતુ માટે નહીં પરંતુ વિપક્ષ અને પત્રકારોની જાસૂસી કરવા માટે કરવામાં આવ્યો હતો. એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, “ભાજપ હોય તો તે શક્ય છે. તેઓએ દેશને બિગ બોસ શો બનાવ્યો છે.” ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, “મોદી સરકારે આજે ન્યૂયોર્ક ટાઈમ્સનાં ખુલાસાનું ખંડન કરવું જોઈએ કે તેણે ખરેખર કરદાતાઓનાં નાણાંમાંથી 300 કરોડ પેગાસસને ચૂકવ્યા હતા, જે ઈઝરાયેલની NSO કંપની દ્વારા વેચવામાં આવેલ સ્પાયવેર છે. ગયા વર્ષે વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ભારત સહિત કેટલીક સરકારોએ પત્રકારો, માનવાધિકાર રક્ષકો, રાજકારણીઓ અને અન્ય લોકોની જાસૂસી કરવા માટે કથિત રીતે NSO ગ્રુપનાં પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. આનાથી ગોપનીયતાનાં મુદ્દાઓ અંગે ચિંતા વધી હતી.