Politics/ વેક્સિન રજીસ્ટ્રેશનને લઇને રાહુલની સલાહ- જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી

કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા.

Top Stories India
1 327 વેક્સિન રજીસ્ટ્રેશનને લઇને રાહુલની સલાહ- જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી

કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ​​રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં સાંસદનું કહેવું છે કે સેન્ટરમાં જઇ રહેલા દરેક વ્યક્તિએ કોરોના રસી લેવી જોઈએ, ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતુ નથી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતું નથી. દરેક વ્યક્તિ જે વેક્સિન સેન્ટરમાં જાય છે તેણે વેક્સિન લેવી જોઈએ. જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી.”

ભાવ વધારો / દેશનાં આ શહેરમાં પેટ્રોલનો ભાવ 106 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યો

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે પણ રસીકરણ પહેલાં કોવિન એપ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત પર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, નીતિ નિર્માતાઓએ જમીનની વાસ્તવિકતાથી વાકેફ હોવું જોઈએ અને ‘ડિજિટલ ઇન્ડિયા’ની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. કોર્ટે કહ્યું હતું કે ‘તમારે જોવું જોઈએ કે સમગ્ર દેશમાં શું ચાલી રહ્યું છે. તમારે જમીનની પરિસ્થિતિ જાણવી જોઈએ અને તે મુજબ નીતિમાં પરિવર્તન લાવવું જોઈએ. જો આપણે તે કરવાનું જ હતું, તો આપણે તેને 15-20 દિવસ પહેલાં કરવું જોઈએ.

બાબાનાં બદલાયા સુર! / રામદેવે માન્યુ- સર્જરી અને ઈમરજન્સી માટે એલોપેથી શ્રેષ્ઠ

રાહુલ ગાંધીએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યોને રસીકરણ માટે વેક્સિન મફત આપવાની ઘોષણા કર્યા પછી સવાલ કર્યો હતો કે, જો વેક્સિન બધા માટે મફત હોય તો ખાનગી હોસ્પિટલોએ પૈસા કેમ લેવા જોઇએ. તેમણે ટ્વીટ કરીને લખ્યું, ‘એક સરળ પ્રશ્ન: જો રસી બધા માટે મફત છે, તો ખાનગી હોસ્પિટલો પૈસા કેમ લેશે?’

kalmukho str 6 વેક્સિન રજીસ્ટ્રેશનને લઇને રાહુલની સલાહ- જીવનનો અધિકાર તે લોકોને પણ છે જેની પાસે ઇન્ટરનેટ નથી