Delhi/ સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય એ પહેલા વધુ એક મંત્રીના ઘરે દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 02T092942.104 સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય એ પહેલા વધુ એક મંત્રીના ઘરે દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘર પર દરોડા પાડ્યા છે. રિપોર્ટ અનુસાર EDની ટીમ રાજકુમાર આનંદના કુલ 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડો કયા કેસમાં કરવામાં આવી રહ્યો છે તે હજુ સ્પષ્ટ નથી. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ AAPના વડા અરવિંદ કેજરીવાલને પણ સમન્સ મોકલ્યા છે અને તેમણે આજે જ ED સમક્ષ હાજર થવું પડશે. આ કેસમાં AAPના ઘણા નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે.

સીએમ કેજરીવાલના ED સમક્ષ હાજર થતા પહેલા AAPએ આશંકા વ્યક્ત કરી છે કે મનીષ સિસોદિયા અને સંજય સિંહની જેમ અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે. આ પહેલા સીબીઆઈએ આ જ કેસમાં અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરી હતી. જોકે, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી ન હતી.

કોણ છે રાજકુમાર આનંદ?

રાજકુમાર આનંદ દિલ્હી સરકારના મંત્રી અને દલિત સમુદાયના નેતા છે. તેઓ દિલ્હીની પટેલ નગર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. હાલમાં તેમની પાસે કુલ 7 વિભાગો છે. તેની પાસે ગુરુદ્વારા ચૂંટણી, SC અને ST, સમાજ કલ્યાણ, સહકારી વિભાગ, જમીન અને મકાન, શ્રમ મંત્રાલય અને રોજગાર મંત્રાલયની જવાબદારી છે.


whatsapp ad White Font big size 2 4 સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય એ પહેલા વધુ એક મંત્રીના ઘરે દરોડા


આ પણ વાંચો: World Cup 2023/ ભારતીય ટીમનો આ વિસ્ફોટક બેટ્સમેન શ્રીલંકાને ભારે પડી શકે છે, વનડેમાં ફટકારી 10 સદી

આ પણ વાંચો: Delhi/ સીએમ કેજરીવાલને આજે EDના પ્રશ્નોનોના જવાબ આપવા પડશે

આ પણ વાંચો: શુક્રનું નીચલી રાશિમાં સંક્રમણ/ શુક્ર કન્યા રાશિમાં કરશે ગોચર, ૫ રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ