Vadodara/ વડોદરા : ન્યુ અલકાપુરી વિસ્તારમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા, સુખી સંપન્ન ઘરની 13 યુવતીઓ સહિત 23ની અટકાયત

વિમેન્સ ડેના એક દિવસ પહેલા જ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાંથી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 જેટલા યુવકોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ પાર્ટીમાં 13 યુવતીઓ પણ હાજર હતી. પોલીસે યુવતીઓના બ્લડ સેમ્પલ લઇને તપાસ શરૂ કરી છે. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. […]

Top Stories Gujarat Vadodara
ezgif.com gif maker 2 1 વડોદરા : ન્યુ અલકાપુરી વિસ્તારમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા, સુખી સંપન્ન ઘરની 13 યુવતીઓ સહિત 23ની અટકાયત

વિમેન્સ ડેના એક દિવસ પહેલા જ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ન્યૂ અલકાપુરીમાં આવેલી નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાંથી બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા 10 જેટલા યુવકોને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. આ પાર્ટીમાં 13 યુવતીઓ પણ હાજર હતી. પોલીસે યુવતીઓના બ્લડ સેમ્પલ લઇને તપાસ શરૂ કરી છે. યુવતીઓના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. પોલીસે વિદેશી દારૂની 5 બોટલ અને 4 લક્ઝુરીયસ કાર પણ જપ્ત કરી છે અને આ મામલે 10 યુવકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝમાં રાજ હિતેશભાઇ ચગ(પંજાબી)ની બર્થ ડે પાર્ટી હોવાનું જાણવા મળ્યું છે.

vadodara Liquor Party 5 વડોદરા : ન્યુ અલકાપુરી વિસ્તારમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા, સુખી સંપન્ન ઘરની 13 યુવતીઓ સહિત 23ની અટકાયત

વડોદરા શહેરની લક્ષ્મીપુરા પોલીસે બાતમીને આધારે ગોત્રી ચેકપોસ્ટ પાસે આવેલા નેપ્ચ્યુન ગ્રીનવુડ બંગલોઝના મકાન નં-5માં રેડ પાડી હતી. જ્યાં દારૂની મહેફિલ માણી રહેલા 10 યુવક ઝડપાયા હતા. આ પાર્ટીમાં હાજર 13 યુવતીઓ મળી આવી હતી. પોલીસને મકાનમાંથી વિદેશી દારૂની 5 બોટલો મળી આવી હતી. જેમાંથી એક બોટલ આખી ભરેલી હતી. જ્યારે એક બોટલ અડધી ભરેલી હતી અને 3 બોટલ ખાલી હતી. આ ઉપરાંત કોલ્ડ્રિંક્સ, 10 મોબાઇલ અને 4 લક્ઝુરીયસ કાર મળીને કુલ 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસે પકડાયેલા યુવક-યુવતીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

2 1615105386 વડોદરા : ન્યુ અલકાપુરી વિસ્તારમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર દરોડા, સુખી સંપન્ન ઘરની 13 યુવતીઓ સહિત 23ની અટકાયત

પાર્ટીમાંથી પોલીસે રાજ પંજાબી ઉપરાંત શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વાત્સલ્ય શાહ, રોહિત પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજકુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીનને ઝડપી પાડયા હતા. આ બધા કોલેજમાં અભ્યાસ કરે છે.