Political/ પશ્ચિમ બંગાળમાં ભાજપને ફરી મોટો ઝટકો, રાયગંજનાં MLA કૃષ્ણા કલ્યાણી TMC માં જોડાયા

ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપનાં રાયગંજનાં ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે થોડા દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

Top Stories India
કૃષ્ણા કલ્યાણી TMC માં જોડાયા

પશ્ચિમ બંગાળમાં ભાજપની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટી માટે પણ હાલ સંજોગો બદલાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા જ્યાં તૃણમૂલ કોંગ્રેસનાં ધારાસભ્યો ભગવા પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા. તો ચૂંટણી બાદ તૃણમૂલ કોંગ્રેસની જીત બાદ ભાજપનાં અનેક ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. આ બધાની વચ્ચે ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપનાં રાયગંજનાં ધારાસભ્ય કૃષ્ણા કલ્યાણી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે થોડા દિવસ પહેલા જ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

આ પણ વાંચો – Political / રાજનીતિનાં મંચ પર 6 વર્ષ બાદ પરત ફર્યા લાલુ પ્રસાદ યાદવ, દેખાયો જુનો અંદાજો

આપને જણાવી દઇએ કે, કમળનાં પ્રતિક પર રાયગંજથી ધારાસભ્ય ચૂંટાયેલા કૃષ્ણા કલ્યાણીએ રાયગંજનાં BJP સાંસદ દેવશ્રી ચૌધરી પર તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ચૌધરી અને નવા નામાંકિત પ્રમુખ સુકાંત મજુમદાર વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે ભાજપે કલ્યાણીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે કૃષ્ણા કલ્યાણીનો ભાજપ જિલ્લા અધ્યક્ષ વાસુદેવ સરકાર સાથે વિવાદ થયો હતો. ત્યારથી, કૃષ્ણા કલ્યાણીએ પાર્ટીનાં કાર્યક્રમોમાં આવવાની ના પાડી દીધી હતી. આ બધાની વચ્ચે ભાજપ દ્વારા તેમને એક દિવસ પહેલા જ કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ રાયગંજનાં BJP સાંસદ દેવશ્રી ચૌધરી વિરુદ્ધ તેમના નિવેદનબાજી માટે મોકલવામાં આવી છે. કૃષ્ણા કલ્યાણીએ નોટિસનો જવાબ આપે તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો – ચોંકાવનારો ખુલાસો / સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- લગ્ન સમયે તમામ પરિવાર….

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે (TMC) ભાજપને હરાવ્યું હતું. ભાજપ માત્ર 77 બેઠકો જીતી શક્યું હતું. ભાજપનાં ઘણા મોટા નેતાઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે, જેમાં બાબુલ સુપ્રિયો અને મુકુલ રોય જેવા નેતાઓનાં નામ સામેલ છે. આવા ઘણા નેતાઓ TMC માં જોડાયા છે જેઓ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં ભાજપે રાજ્યમાં સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે અને દિલીપ ઘોષની જગ્યાએ સુકાંત મજમુદારને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે.