ગુજરાત/ સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા માટે રેલ્વેએ કર્યો મહત્વનો નિર્ણય,જાણીલો તમે પણ..

અમદાવાદ કે દક્ષીણ ગુજરાતમાં વસતા સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભાવનગર ડિવિઝનની 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેવો નીનિર્ણય કરવામાં આવટા અનેક સૌરાષ્ટ્ર વાસીઓને ફાયદો થવા જઈ રહ્યો છે.

Gujarat
Untitled 525 સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા માટે રેલ્વેએ કર્યો મહત્વનો નિર્ણય,જાણીલો તમે પણ..

દિવાળીને લઈને અમદાવાદ કે દક્ષીણ ગુજરાતમાં વસતા સૌરાષ્ટ્ર વાસીઓ માટે ભાવનગર ડિવિઝનની 6 જોડી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે તેવો નીનિર્ણય કરવામાં આવટા અનેક સૌરાષ્ટ્ર વાસીઓને ફાયદો થવા જઈ રહ્યો છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની 6 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ લગાડવાનો નિર્ણય કર્યો છે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 09251/09252 સોમનાથ-ઓખા-સોમનાથ સ્પેશિયલમાં એક વધારાના એસી થ્રી ટાયર કોચ સોમનાથથી 31.10.2021 થી 02.12.2021 સુધી અને ઓખાથી 30.10.2021 થી 01.12.21 સુધી લગાડવામાં આવશે.

2. ટ્રેન નંબર 09263/09264 પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવાર અને શનિવારે 30.10.2021 થી 06.11.2021 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી દર સોમવાર અને ગુરુવારે 01.11.2021 થી 08.11.2021 સુધી લગાડવામાં આવશે.

3. ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર ગુરુવાર અને શુક્રવારે 29.10.2021 થી 11.11.2021 સુધી અને મુઝફ્ફરપુરથી દર સોમવાર અને રવિવારે 01.11.2021 થી 14.11.2021 સુધી લગાડવામાં આવશે.

4. ટ્રેન નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર બુધવાર અને ગુરુવારે 03.11.2021 થી 01.12.2021 સુધી અને હાવડાથી દર શુક્રવાર અને શનિવારે 05.11.2021 થી 03.12.2021 સુધી લગાડવામાં આવશે.

5. ટ્રેન નં. 09204/09203 પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવારે 02.11.2021 થી 30.11.2021 સુધી અને સિકંદરાબાદથી દર બુધવારે 03.11.2021 થી 01.12.2021 સુધી લગાડવામાં આવશે.

6. ટ્રેન નંબર 02941/02942 ભાવનગર – આસનસોલ – ભાવનગર સ્પેશિયલમાં એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 02.11.2021 થી 23.11.2021 સુધી અને આસનસોલથી દર ગુરુવારે 01.11.2021 થી 25.11.2021 સુધી લગાડવામાં આવશે.