સમસ્યા/ શું તંત્ર પાસે સુવિધા આપવાની કોઈ નક્કર યોજના છે ?| માત્ર દોઢ ઇંચ વરસાદમાં ઐતિહાસિક મંદિરમાં પાણી પાણી

વડોદરા શહેરના લાલબાગ પાસેના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. જેના કારણે આ મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

Top Stories Gujarat Vadodara
કાશી વિશ્વનાથ

વડોદરા શહેરના ઐતિહાસિક એવા કાશી વિશ્વનાથ મહાદેવના પરિસરમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. સોમવારે શરૂ થયેલો અંદાજિત દોઢ ઇંચ જેટલો વરસેલો વરસાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઉભી કરવામાં સફળ રહ્યો છે ત્યારે તેની સામે વહીવટી તંત્ર સામાન્ય વરસાદને આ શહેરને પાણીમાં તરબોળ કરવા માટે અટકાવવામાં નિષ્ફળ રહ્યું છે.

શહેરના રાજમાર્ગ એવા રાજમહેલ રોડ પર આવેલું ઐતિહાસિક કાશી વિશ્વનાથ મંદિર શહેરીજનો માટે મુખ્ય આસ્થાનું કેન્દ્ર છે સામાન્ય નાગરિકો અહીંયાથી પસાર થતાં ચોક્કસ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી પોતાનો આગળનો દિવસ શરૂ કરવા માટે ટેવાયેલા છે ત્યારે કેટલાક વડીલો આ જ મંદિરમાં પોતાની પ્રભાતેથીજ અહીંયા ભગવાનના દર્શન કરવા પહોંચતા હોય છે ત્યારે આ મંદિરની બિલકુલ પાછળની તરફ આવેલું તળાવનું પાણીનું લેવલ વધતા મંદિરમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે.

વડોદરા

આજ પ્રકારના દ્રશ્યો એ વાતનો પુરાવો છે કે પ્રિમોન્સૂનની કામગીરી એ વડોદરામાં નિષ્ફળ છે આવી કામગીરીના ભાગરૂપે તળાવની સફાઈ પેહલા થવું એ આવશ્યક હતુ અને આ તળાવમાંથી પાણી મંદિર પરિસરમાં ન પહોંચે તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી એ ખૂબ જરુરી હતુ.  જોકે મહાનગર સેવા સદન દ્વારા મંદિર પરિસર માંથી જ ભરાયેલા પાણી ન ભરાય અને તળાવના પાણી આગળ વરસાદી કાંસ સુધી મોકલી શકાય તે  માટે ખાસ પંપિંગ સ્ટેશનની પણ વ્યવસ્થા મંદિર પરિસરમાં જ  કરવામાં આવી છે, પરંતુ આ પંપીંગ સ્ટેશનના પંપ કાર્યરત નહીં હોવાના કારણે તળાવના પાણીનું લેવલ યોગ્ય સમયે ઘટાડવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું જેથી મંદિરમાં પરિસરમાં જ પાણી ભરાઈ ગયા છે.

હવે ભરાયેલા પાણી દૂષિત હોવાના કારણે દુર્ગંધ પણ આવે છે જેથી દર્શનાર્થીઓને અને નિત્ય મંદિરમાં આવવા ટેવાયેલા સૌ શહેરીજનોને આ દુર્ગંધનો સામનો કરવો પડે છે, વડોદરા શહેરનું વહીવટી તંત્ર નાગરિકોને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ જાય છે તેવામાં  વરસાદી ઋતુમાં પાણી ભરાવા ગંદકી ફેલાવી રોગચાળા ફાટી નીકળવો, આ બાબતોથી વારંવાર નાગરિકોને હાલાકી અને પરેશાની ભોગવવી પડે છે પરંતુ હવે તો ભગવાનના પરિસરમાં પણ આ પ્રકારના પાણી ભરાવાથી વહીવટી તંત્ર પર અને તેમની કામગીરી પર સવાલ ચોક્કસ ઊભા થશે.  જો પંપિંગ સ્ટેશન બનાવી અને પંપ મૂક્યા છે તો તે બંધ હાલતમાં શા માટે છે?   અને જો પંપ બંધ છે તો તેને રીપેર કરી ચાલુ કરવામાં શા માટે નથી આવ્યા???

વડોદરા

જેકે હવે મોડે મોડે મંદીર પાછળ આવેલા તળાવમાં હાલતો ખાસ મશીન દ્વારા તળાવની સફાઈ કરાતા દ્રશ્યો જોવા મળે છે પરંતુ તળાવની સફાઈ વરસાદના આગમન પહેલા જ કરાઇ હોત તો આ પરિસ્થિતિ સર્જાઇ ન હોત.  હવે જરૂરી છે કે ભરાયેલા પાણીનો જલ્દીથી નિકાલ થાય અને મંદિર પરિસરમાં ફરીથી પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થાઓ જળવાય. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં પાણી ભરાવવા ચોક્કસથી તકલીફ સમાન છે પરંતુ સાથે સાથે મંદિરની બહારના જ મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાવાની સ્થિતિએ સામાન્ય નાગરિકોની તકલીફમાં વધારો કર્યો છે.  જેના કારણે વડોદરા શહેરના લાલબાગ પાસેના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયા હતા. જેના કારણે આ મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને તેથી જ સામાન્ય વ્યક્તિઓ સવારના સમયે પોતાના ઓફિસ અને કામ ધંધા ના સ્થળ સુધી પહોંચવામાં ટ્રાફિક જામમાં અટવાયા હતા ભરાયેલા પાણીમાં કેટલાક લોકો પોતાના વાહન સાથે પડ્યા પણ હતા જેથી તેમને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી ત્યારે કેટલાક લોકો પોતાના વાહન બંધ થવાના કારણે પણ અટવાયા હતા.

વડોદરા

આ પણ વાંચો : વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ : પ્રવક્તા મંત્રી