Weather/ ગુજરાતમાં માવઠાની આગાહી, અન્ય રાજ્યોમાં ગરમીનો પારો ઊંચે જશે…

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાઈક્લોન સર્ક્યુલેશન સર્જાતા સોમવાર સાંજે મિની વાવાઝોડું આવ્યું હતું. હાલમાં છૂટી છવાઈ થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ છે. પરિણામે સમગ્ર ગુજરાતમાં…………..

Top Stories Gujarat India
Image 2024 05 15T084344.969 ગુજરાતમાં માવઠાની આગાહી, અન્ય રાજ્યોમાં ગરમીનો પારો ઊંચે જશે...

New Delhi/Gujarat News:  હાલ દિલ્હીમાં ગરમીના મોજામાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજધાનીમાં મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થશે. તો ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલાક જીલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભરઉનાળે માવઠું પડતાં તાપમાનનો પારો ગગડ્યો છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાઈક્લોન સર્ક્યુલેશન સર્જાતા સોમવાર સાંજે મિની વાવાઝોડું આવ્યું હતું. હાલમાં છૂટી છવાયી થંડરસ્ટ્રોમ સિસ્ટમ એક્ટિવ છે. પરિણામે સમગ્ર ગુજરાતમાં ઠંડક પ્રસરાયેલી છે. આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના જીલ્લાનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી ગયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 42 અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. આખો દિવસ ગરમીથી શેકાવું પડશે તેવી આગાહી કરાઈ છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીમાં ઝડપથી વધારો થવાની સંભાવના છે. તાપમાનમાં 44 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ છે. લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 77 થી 21 ટકા હતું. તે જ સમયે, નજફગઢ અને પિતામપુરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી ઉપર નોંધાયું હતું. ગુજરાતમાં કમોસમી વાવાઝોડાથી આ વખતે ચોમાસુ 21 જૂનની આસપાસ બેસે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાક જીલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. 16 અને 17 મે રાજકોટ સહિત દક્ષિણ ગુજરાતના જીલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તો બીજી બાજુ દિલ્હીમાં 17 મેથી પશ્ચિમ હિમાલયમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટશે. તેની અસરને કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 17 થી 20 મે સુધી હવામાન ખરાબ રહેશે. અત્યારે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી NCR પર જોવા મળશે નહીં. દિલ્હીમાં 16 થી 20 મે દરમિયાન મહત્તમ તાપમાન 43-44 ડિગ્રીની આસપાસ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત