Rain/ ગુજરાતના વાતાવરણમાં પલટો: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવમાં આવી છે.

Gujarat
WhatsApp Image 2023 09 08 at 6.28.03 PM 1 ગુજરાતના વાતાવરણમાં પલટો: અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદ: લાંબા સમય બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અને વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદ શેહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાથે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. વઘઈથી આહવા જતા કોઝવે પર પાણી ફરી વળતા હાલ વાહન-વ્યવહાર માટે રસ્તો કરાયો બંધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે રાજયમાં ભારે વરસાદની આગાહી કરી હતી. રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. બંગાળમાં લો પ્રેશરને કારણે રાજ્યમાં વાદળો છવાશે. ત્યારે હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી એક સપ્તાહ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવમાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા શહેરોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના શહેરોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: G-20 સમિટ/ બ્રિટિશ પીએમ ઋષિ સુનકનું ‘જય સિયારામ’ સાથે ભારતમાં વેલકમ, પત્ની અક્ષતાનો જોવા મળ્યો અલગ અંદાજ

આ પણ વાંચો: Mali Attack/ આફ્રિકન દેશ માલીમાં સૌથી મોટો આતંકી હુમલો: 15 સૈનિકો સહિત 64 લોકોના મોત

આ પણ વાંચો: મોટો નિર્ણય/ કોંગ્રેસના આક્ષેપ બાદ અંબાજી મંદિરમાં VIP દર્શન બંધ