Not Set/ એપ્લીકેશન દ્વારા વરસાદને વધું કે ઓછો કરી શકાય છે : ઉત્તરાખંડના મંત્રી ધનસિંહ રાવત

આપત્તિ વ્યવસ્થાપન પુનર્વસન મંત્રી ધનસિંહ રાવતનું એક નિવેદન ચર્ચામાં છે. જેમાં તે એવો મોબાઈલ એપ હોવાનો દાવો કરી રહ્યો છે જેમાં વરસાદને…

Top Stories India
વરસાદને

ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ વખતે પણ ઘણી સમસ્યાઓ ઉભી થઇ છે. આ આફતોને કારણે દેવભૂમિમાં ઘણું નુકસાન થયું છે. આ બધાની વચ્ચે રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન પુનર્વસન મંત્રી ધનસિંહ રાવતનું એક નિવેદન ચર્ચામાં છે. જેમાં તે એવો મોબાઈલ એપ હોવાનો દાવો કરી રહ્યો છે જેમાં વરસાદને આગળ -પાછળ કરવાની ક્ષમતા છે.

આ પણ વાંચો :રાજસ્થાનમાં નાગોરમાં સર્જાયો મોટો અકસ્માત, ટ્રક – ક્રૂઝર વચ્ચે ટક્કર થતા 12 લોકોના મોત

શું કહ્યું મંત્રી ધનસિંહ રાવતે?

ઉત્તરાખંડના મંત્રી ધનસિંહ રાવતે તેમના નિવેદનમાં કહ્યું, “હવે એક એપ પણ આવી રહી છે જે કહી રહી છે કે જો ક્યાંક વરસાદ પડે તો તમે વરસાદને થોડો વધારે કે ઓછો કરી શકો છો. હું તે રજૂઆત ભારત સરકારને બતાવવા જઈ રહ્યો છું. અને જો ભારત સરકાર તેને મંજૂરી આપે છે, તો તે ઘણા રાજ્યો માટે ખૂબ જ સારી હોઇ શકે છે.

આ પણ વાંચો : ખેડૂત વિરોધી હરિયાણા છે કે પંજાબ? પહેલ ગણીને, ખટ્ટરે અમરિંદરને પૂછ્યું

તેમણે જણાવ્યુ છે કે, આઈઆઈટી રુડકીને પણ અમે જોડી છે. જે અમારુ અનુસંધાન કેન્દ્ર છે. તેમને પણ જોડ્યા છે. ત્રણ ચાર લોકોને તેમા જોડ્યા છે. અને અમે કહ્યુ છે કે, એ નક્કી કરશે કે ક્યા ક્ષેત્રમાં કેટલી આપત્તિ આવવાની છે. જેથી અમે લોકોને પહેલાથી એલર્ટ કરી શકીએ. અમે અમારી મશીનરીને એલર્ટ કરી દઈશું. પછી તે PWD હોય કે સિંચાઈ વિભાગ હોય. કે પછી સ્થાનિક પ્રશાસન હોય તેઓ સતર્ક થઈ જશે.

આ પણ વાંચો :સુપ્રિમ કોર્ટના ઇતિહાસમાં રચાયો ઇતિહાસ, 3 મહિલા સહિત 9 જજોએ એકસાથે લીધા શપથ

હવે તો એક એવુ એપ પણ આવી રહ્યુ છે કે, કહ્યુ છે કે, જો વરસાદ થશે, તો તેને વધારે કે ઓછો કરી શકાશે. તેને આગળ પાછળ પણ કરી શકાશે. ભારત સરકારને હું તે પ્રેજેંટેશન બતાવાનો છે. ભારત સરકાર જો મંજૂરી આપશે, તો કેટલાય રાજ્યો માટે તે ખૂબ કામમાં આવશે.જો આપને પણ આ વાતનો વિશ્વાસ ન આવતો હોય, આ વીડિયો જોઈ લેજો.

આ પણ વાંચો :હરિયાણા પરિવર્તન વિરોધી બિલનો અંતિમ ડ્રાફ્ટ ટૂંક સમયમાં તૈયાર થશે: મનોહર લાલ ખટ્ટર

આ પણ વાંચો : CM યોગી આદિત્યનાથનું એલાન, મથૂરામાં દારૂ અને માસનાં વેચાણમાં લાગશે પ્રતિબંધ