હવામાન/ 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદ થવાની આગાહી

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરીવાર શરૂઆત થશે

Gujarat Others
Untitled 143 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં ફરી વરસાદ થવાની આગાહી

ગુજરાતમાં  છેલ્લા ઘણા દિવસથી વરસાદ નું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે  એટલે કે  છેલ્લા થોડા દિવસથી વરસાદ ખેચાયેલો   છે. ત્યારે  વરસાદ નહીં થતાં  રાજય ના ખેડૂતોએ  બોર અને કૂવામાંથી વીજળીને આધારે પાણી કાઢીને ખેતરમાં ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. ત્રાયારે હવામાન વિભાગ  દ્વારા રાહતના સમાચાર આવ્યા છે  જેમાં હવામાન વિભાગ દ્વારા  ,આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થશે તેવી સંભાવના  છે .  રાજય માં 17 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદ થઈ શકે તેવી સંભાવના છે .જોકે અત્યારે તો ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

આ પણ વાંચો :શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની ફરીવાર શરૂઆત થશે. ત્યાર બાદ તબક્કાવાર મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ વરસાદ આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં રાજ્યમાં ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીવાર વેટ સ્પેલ પણ આવશે. આગામી સમયમાં રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. રાજ્યમાં અત્યારસુધીમાં 46 ટકા વરસાદની ઘટ છે.

આ પણ વાંચો :મેંદરડા હાઈવે પર પત્નીની સામે જ અકસ્માતમાં પતિએ ગુમાવ્યો જીવ