Not Set/ બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘો ખૂબ વરસ્યો, વાવમાં નોંધાયો સૌથી વધુ 9 ઇંચ વરસાદ

બનાસકાંઠાનાં વાવ તાલુકામાં ગઇ કાલે મોડી રાત્રીએ ભારે વરસાદ પડ્યો હતો. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. જણાવી દઇએ કે, વાવમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે થરાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દીયોદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. […]

Gujarat
Rain in vav બનાસકાંઠામાં મોડી રાત્રે મેઘો ખૂબ વરસ્યો, વાવમાં નોંધાયો સૌથી વધુ 9 ઇંચ વરસાદ

બનાસકાંઠાનાં વાવ તાલુકામાં ગઇ કાલે મોડી રાત્રીએ ભારે વરસાદ પડ્યો હતો. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી ત્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. જણાવી દઇએ કે, વાવમાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે થરાદમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દીયોદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો.

બનાસકાંઠાનાં ઘણા તાલુકામાં ગઇ કાલે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અહી વાવ તાલુકામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ અહી આવતા 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઇને તંત્રને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યુ છે. સાથે NDRFની ટીમની પણ ગોઠવણી કરી દેવામાં આવી છે. માહોલને જોતા સરકારી અધિકારીઓની રજાને પણ રદ્દ કરી દેવામાં આવી છે. ભારે વરસાદથી થતા કોઇ અનિચ્છનિય બનાવને પહોચી વળવા સરકારી હોસ્પિટલનાં ડોક્ટરને સ્ટેડબાય રહેવાનું કહેવામાં આવ્યુ છે. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

બનાસકાંઠાના થરાદની વાત કરીએ તો અહી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. ભારે વરસાદનાં કારણે થરાદ પંથકનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. થરાદનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ લાબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતો પોતાના બળતા પાકને લઇને નવી આશાનાં કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. થરાદ પંથકમાં ભારે વરસાદને પગલે ST ડેપો પાણીમાં ગરકાવ થઇ ગયું છે. ST ડેપોનાં વર્કશોપમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ કરોડોનાં ખર્ચે નવો ST ડેપો બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગની માનીએ તો હજુ આવતા 48 કલાક અહી ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.