Lata Mangeshkar death/ રાજ કપૂર લતા મંગેશકર સાથે ‘સત્યમ શિવમ સુંદરમ’ બનાવવા માંગતા હતા

રાજ કપૂરે જણાવ્યું કે લતા મંગેશકર પહેલા તો આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ બાદમાં તેમણે ઓફર ઠુકરાવી દીધી હતી.

Top Stories Entertainment
હિન્દી સિનેમાના સૌથી મોટા શોમેન રાજ કપૂરની પ્રસિદ્ધ ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ' ની પ્રેરણા સ્વર રાણી લતા મંગેશકર હતી

હિન્દી સિનેમાના સૌથી મોટા શોમેન રાજ કપૂરની પ્રસિદ્ધ ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ ની પ્રેરણા સ્વર રાણી લતા મંગેશકર હતી અને તે 1978ની આરકે બેનરની આ ફિલ્મમાં લતાને કાસ્ટ કરવા માંગતા હતા. આ વાતનો ખુલાસો રાજ કપૂરની પુત્રી રિતુ નંદાએ પોતાના નવા પુસ્તકમાં કર્યો છે.

આ પુસ્તકમાં રાજ સાહેબને ટાંકીને લખવામાં આવ્યું છે કે આ એક સાદી દેખાતી છોકરીની વાર્તા છે, જેનો મસ્ત અવાજ સાંભળી માણસને તેના પ્રેમમાં પડી જાય છે. હું આ રોલ માટે લતા મંગેશકરને કાસ્ટ કરવા માંગતો હતો. તેઓ માનતા હતા કે કોઈપણ પવિત્ર સંબંધ સુંદરતા પર આધારિત નથી પરંતુ પ્રેમ અને વિશ્વાસ પર આધારિત છે.

રાજ કપૂરે જણાવ્યું કે લતા મંગેશકર પહેલા તો આ ફિલ્મમાં કામ કરવા માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ બાદમાં તેમણે ઓફર ઠુકરાવી દીધી હતી.

રાજ કપૂર વર્ષોથી આ ફિલ્મ બનાવવા માંગતા હતા. અંતે, તેણે ઝીનત અમાન સાથે આ ફિલ્મ બનાવી અને લતાએ તેમાં ગીતો ગાયાં. લતા દ્વારા ગાયેલા ગીતો આજે પણ લોકપ્રિય છે અને ખૂબ સાંભળવામાં આવે છે. લથા દ્વારા ગવાયેલું ‘સત્યમ શિવમ સુંદરમ’ અને ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા’ મુખ્ય હિટ હતી.

જ્યારે લતાએ ‘ત્યમ શિવમ સુંદરમ’ માટે ગીતો ગાયા ત્યારે તે રોયલ્ટીના મુદ્દે રાજ કપૂરથી નારાજ હતી. જ્યારે તે રેકોર્ડિંગ માટે આવી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણીએ થોડા સમય માટે રિહર્સલ કર્યું અને એક જ ગીત ગાતા સ્ટુડિયો છોડી દીધો હતો.

lata mangeshkar / મૃત્યુ પછી લતા મંગેશકરનો પહેલો ફોટો સામે આવ્યો, તિરંગામાં વીંટળાઇ નીકળી અંતિમ સફરે

lata mangeshkar / લતા મંગેશકરને સ્લો પોઈઝન આપીને ઘડવામાં આવ્યું હતું મોતનું કાવતરું

અલવિદા લતાદીદી.. / જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે લતા મંગેશકર આપી દો, કાશ્મીર લઈ લો, રસપ્રદ કિસ્સો