Not Set/ રાજસ્થાનના CM અશોક ગેહલોતને થયો કોરોના, પહેલા પત્ની થયા હતા સંક્રમિત  

કોરોના કેર રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના ચેપગ્રસ્ત થયા છે. આ પહેલા તેમની પત્ની સુનિતા ગેહલોતનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ  આવ્યો હતો.

Top Stories
A 338 રાજસ્થાનના CM અશોક ગેહલોતને થયો કોરોના, પહેલા પત્ની થયા હતા સંક્રમિત  

કોરોના કેર રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના ચેપગ્રસ્ત થયા છે. આ પહેલા તેમની પત્ની સુનિતા ગેહલોતનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ પછી સીએમએ પોતાને આઇસોલેટ કરી દીધા હતા.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું કે, “આજે કોવિડ ટેસ્ટ કરાવ્યો જે પોઝિટીવ આવ્યો. કોઈ લક્ષણો નથી દેખાતા અને હું  સારું અનુભવી રહ્યો છું. હું કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને આઇસોલેટમાં કામ કરવાનું ચાલુ રાખીશ.”

આ પણ વાંચો :105 વર્ષીય ધેનુ ચવ્હાણ અને તેમની 95 વર્ષીય પત્નીએ 10 દિવસમાં કોરોના સામે જીતી જંગ

અગાઉ, પત્નીને ચેપ લાગ્યો હોવા અંગે ટ્વિટ કરતી વખતે અશોક ગેહલોતે ગઈકાલે કહ્યું હતું કે, “મારી પત્ની સુનિતા ગેહલોત કોવિડ પોઝિટિવ આવ્યા છે. પ્રોટોકોલ મુજબ અમે તેમની સારવાર આઇસોલેટમાં કરાવી રહ્યા છીએ. હવે હું તબીબીના કહેવા મુજબ આઇસોલેટમાં છું. હું દરરોજ સાંજના સાડા આઠ વાગ્યે અધિકારીઓ સાથે કોવિડ સમીક્ષા બેઠક કરતો રહીશ. “

રાજસ્થાનમાં બુધવારે કોરોના વાયરસના ચેપના 16,613 નવા કેસ નોંધાયા છે જ્યારે વધુ 120 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં 1,63,372 કોરોના ચેપગ્રસ્ત સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસને કારણે કુલ 3,926 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો :અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસનું કોરોનાને કારણે નિધન

રાજ્યમાં, છેલ્લા 24 કલાકમાં વધુ 16,613 ચેપ લાગ્યાં છે. જેમાં જયપુરમાં 3014, જોધપુરમાં 2220, અલવરમાં 1123 અને ઉદયપુરમાં 1112 નવા દર્દીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ 8303 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં જોધપુરમાં 33, જયપુરમાં 32 અને ઉદયપુરમાં 11 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો :કોરોનાકાળમાં રસીની મદદ : અમેરિકા અને રશિયાથી પ્રથમ જથ્થો આવતીકાલ સુધીમાં પહોંચી જશે ભારત

 Untitled 46 રાજસ્થાનના CM અશોક ગેહલોતને થયો કોરોના, પહેલા પત્ની થયા હતા સંક્રમિત