IPL 2024/ રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. સેમ કુરાનની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સને 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે રાજસ્થાન રોયલ્સે સિઝનની પાંચમી જીત નોંધાવી છે.

Sports Trending
Cricket Tutorials YouTube Thumbnail 12 2 રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું

રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવ્યું છે. સૈમ કરનની આગેવાની હેઠળ પંજાબ કિંગ્સને 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે રાજસ્થાન રોયલ્સે સિઝનની પાંચમી જીત નોંધાવી છે. રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ હતો. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે ધીમી શરૂઆત બાદ 19.5 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ હાંસલ કર્યો હતો. રાજસ્થાન રોયલ્સની જીતનો હીરો શિમરન હેટમાયર હતો. આ બેટ્સમેને છેલ્લી ઓવરોમાં વિસ્ફોટક બેટિંગનો નજારો રજૂ કર્યો હતો. શિમરોન હેટમાયર 10 બોલમાં 27 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

રાજસ્થાન રોયલ્સ માટે ઓપનરમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 28 બોલમાં 39 રન બનાવ્યા હતા. તનુષ કોટિયાને 31 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. આ ટીમના કેપ્ટન સંજુ સેમસને 14 બોલમાં 18 રન બનાવ્યા હતા. જ્યારે ધ્રુવ જુરેલ 11 બોલમાં 6 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. છેલ્લી ઓવરોમાં રોવમેન પોવેલે 5 બોલમાં 11 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો કે, આ રીતે રાજસ્થાન રોયલ્સે સિઝનની પાંચમી જીત નોંધાવી હતી. હવે રાજસ્થાન રોયલ્સના 6 મેચમાં 10 પોઈન્ટ છે. હાલ સંજુ સેમસનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

પંજાબ કિંગ્સ માટે કાગીસો રબાડા અને સેમ કુરાન સૌથી સફળ બોલર હતા. આ બંને બોલરોએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ, લિયામ લિવિંગસ્ટોન અને હર્ષલ પટેલને 1-1 સફળતા મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમારિયો શેફર્ડની સુંદર પત્ની એંકર અને મોડેલ…

આ પણ વાંચોઃ Vinesh Phogat, Wrestling/મને ઓલિમ્પિકમાં જવા દેવા નથી માંગતા, ડોપિંગ ષડયંત્રનો ડર – વિનેશ ફોગાટનો WFI પ્રમુખ પર ગંભીર આરોપ

આ પણ વાંચોઃ IPL 2024/વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે મશ્કરી કરી, હાર્દિકને ગળે લગાડતો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ Virat Kohli/મેચ દરમિયાન અમ્પાયર સાથે થયો વિરાટ કોહલીનો ઝઘડો, ડ્રેસિંગ રૂમમાંથી આવવું પડ્યું બહાર