Celebration/ શું 31 ડિસેમ્બરની ઉજવણીનાં ઉત્સુકોને ઈશા મસીહ સાથે સ્નાન-સુતકનો પણ સબંઘ છે ?

ભારત એકતામાં વિવિધતા ધરાવતો એક સંસ્કારી અને બહુઆયામી દેશ છે. જ્યાં દરેક ધર્મને સમાન અધિકાર પ્રાપ્ત છે. અને બધા જ ધર્મના તહેવારોની ઉજવણી બડી ધામધૂમથી થાય છે. જેમાં ખાસ તો

Trending Mantavya Vishesh
christmas and corona શું 31 ડિસેમ્બરની ઉજવણીનાં ઉત્સુકોને ઈશા મસીહ સાથે સ્નાન-સુતકનો પણ સબંઘ છે ?

ભારત એકતામાં વિવિધતા ધરાવતો એક સંસ્કારી અને બહુઆયામી દેશ છે. જ્યાં દરેક ધર્મને સમાન અધિકાર પ્રાપ્ત છે. અને બધા જ ધર્મના તહેવારોની ઉજવણી બડી ધામધૂમથી થાય છે. જેમાં ખાસ તો પાછલા કેટલાક સમયથી 31 ડિસેમ્બર ની ઉજવણી હંમેશા સમાચારોમાં છવાયેલી રહે છે. કેમ કે, આ ઉજવણીમાં ઉજવણી કરતા પણ કયાંક સ્વચ્છન્દતા આચરવામાં આવે છે. અધૂરા રહી ગયેલા ઓરતા પુરા કરવા 31ડિસેમ્બરને નિમિત્ત બનાવવામાં આવે છે. કેમ કે, ગુલામીમાંથી 250 વર્ષની આઝાદી બાદ સ્વસ્તત્રં થયેલા આપણે લોકોએ શૃરૂઆતમાં આઝાદી માણી પરંતુ જેમ આ સમય ગાળો લંબાતો ગયો તેમ આપણે આ આઝાદીથી પણ થાક્યા. આ આઝાદીએ આપણી રોમાંચકતા, એક્સાઇટમેન્ટ, એક્સ્પીરિમેન્ટ અને દેશબંધુઓ માટે કૈક કરી છૂટવાની ખેવના ખતમ કરી નાખી છે.

@ કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી…

rina brahmbhatt1 શું 31 ડિસેમ્બરની ઉજવણીનાં ઉત્સુકોને ઈશા મસીહ સાથે સ્નાન-સુતકનો પણ સબંઘ છે ?

તેથી ખાસ તો યુવાધન કે યંગસ્ટર્સ આ આઝાદીને બાયલાઈન કરી સ્વ્ચ્છન્દતાના માર્ગે આગળ વધી રહ્યા છે. જ્યાં એથિક્સ નામનો શબ્દ ઓગળતો જઈ રહ્યો છે. અને જીવનને માણવા આઝાદીના ઓચ્છવમાં ઐયાસીને પોષી રહ્યા છે. આઝાદીના બદલે સ્વચ્છન્દતા પસંદ કરી ચૂકેલા યુવાનો તેથી જ સિગારેટના ધુમાડાઓમાં બેફીકરી ઉડાડી રહેતા માલુમ પડે છે. તો કયાક ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ચુપકે ચુપકે દારૂના જામ સાથે યુવાનો મહેફિલ માણતા પકડાય છે.

તેમાં પણ 31 ડિસેમ્બર માટે તો પાછલા કેટલાક સમયથી એક ચોક્કસ વ્યાખ્યા નક્કી થઇ ચુકી છે. અને સેલિબ્રેશનની આડમા કઈ જાણે કેટલાય ગોરખ ધંધાઓને અંજામ અપાય છે. સંસ્કારિતાનો આંચળો ફગાવી અહીં દારૂ, સિગારેટ, રેવ પાર્ટીઓ અને કયાક ડ્રગ્સ પાર્ટીઓ થકી પણ 31નું સીલેબ્રેશન થાય છે. ભારતીય ક્રિશ્ચયન સમાજ પણ કદાચ આ પ્રકારનું સિલિબ્રેશન નથી કરતા જેવું આજના ભારતીયો 31 ડિસેમ્બરની રાત્રે કરે છે. 31ની ડીમ્બરે દિવાળીની રાત કરતા પણ વધુ લોકો રખડતા નજરે ચડે છે. જેમના મોટાભાગના શન્તાક્લોઝની આગળ પાછળ ઘુમરાતા નજરે ચડે છે.

Santa Claus: Who is to say Santa Claus doesn't exist? - The Economic Times

વેલ, અસલમાં વિશ્વ 120 થી પણ વધુ ઈસાઈ બહુસંખ્યક દેશ છે. જેમાં કુલ 240 થી પણ વધુ લોકો આ ધર્મના છે. જેમાં ભારતમાં આ આબાદી કુલ જનસંખ્યાના લગભગ 2 % જેટલી જ છે. તેમછતાં આપણા પર તેમના આ તહેવારની અસર મોજમજા લેવાના ખ્યાલના કારણે જ છે. બાકી વાસ્તવમાં આપણે 31 ડિસેમ્બર વિષે કઈ જાણતા પણ નથી. હા, ભારત ચોક્કસપણે વિવિધતાકા એકતા ધરાવતો દેશ છે. પરંતુ આ ઉજવણી પાછળ આપનો ખ્યાલ થોડી સ્વચ્છન્દતા પોષવાનો હોય તેવું આપણા વર્તન દ્વારા જણાય છે.

અન્યથા , 25 ડિસેમ્બરે જ ઇસા મસીહનો જન્મ થયૉ હતો તેવું કોઈ ઐતિહાસિક પ્રમાણભૂત આધાર કોઈ ગ્રંથોમાં નથી.આ તિથિ મુખ્યત્વે કલ્પના પર આધારિત છે. તેમજ આ ઉજવણીમાં તેમની પરમ્પરા મુજબ ભોજન રાખવામાં આવે છે અને ઉપહારોનું આદાન પ્રદાન કરવામાં આવતું હતું,

Top 3 Christmas Light Displays Across America - YouTube

વિશેષમાં તે પણ જાણી લો કે, ઈંગ્લેન્ડમાં લગભગ 1642-60 દરમ્યાન ક્રિસમસનો તહેવાર પ્રતિબંધિત હતો. તેમજ અમેરિકામાં પણ 1959-81 દરમ્યાન અમેરિકાના નગર મેસેચ્યુએટ્સમાં પણ આ પર્વ માટે પાબંધી હતી. આ બાબતનો ઉલ્લેખ વિશેષ તે માટે કરવામાં આવી રહ્યો છે કે, ક્રિસમસ પર રોક લગાવનાર આ દેશો જ સ્વયંને યીશુના સાચા અનુયાયીઓ માને છે. તેમછતાં કોઈક કારણોસર આ પ્રતિબંધો લગાવાયા હતા. આ સિવાય આ તહેવાને અનુલક્ષીને લમ્બો લચક ઇતિહાસ ભર્યો પડ્યો છે. ત્યારે કહેવાનો આશય તે જ છે કે, આપણે આ ધર્મ કે તહેવાર વિષે કઈ જ જાણતા નથી. પરંતું તેમછતાં માનમાફિક સ્ટાઈલ માં તેની ઉજવણી કરી કયાક ગુનાઓ પણ આચરી બેસીયે છીએ.

તો બીજી તરફ 500 વર્ષ જૂની પારંપરિક ભૉજન વ્યવસ્થાના નામ પર દુનિયાભરમાં કરોડો ટર્કી પક્ષીઓને મારી નાખવામાં આવે છે. જેમાં એકલા ઇંગ્લેન્ડમાં પ્રતિ વર્ષ 1 કરોડ, અમેરિકામાં લગભગ 2.2 કરોડ, ટર્કી પક્ષીઓને મારી નાખવામાં આવે છે, અને માનો ય ન માનો પરંતુ ફક્ત ક્રિસમસને જ ધ્યાનમાં રાખીને જ ટર્કી ઉછેર કેન્દ્ર આજે એક વૈશ્વિક ઉદ્યોગ બની ચુક્યો છે. અને ઉજવણીના નામે કરોડો જીવોની હત્યા થાય છે. ત્યારે આવી ઉજવણીઓ કરતા પહેલા આ ધર્મ અને તેની ઉજવણીની રીત રસ્મોને પણ સમજો. અહીં કોઈ ધર્મને ખરાબ કહેવાનો કે તેની ઉજવણી ના કરવાનું કહેવાનો કોઈ આશય નથી. ફક્ત માહિતી આપવાનો જ આશય છે.

Is Christmas 2020 Canceled Due to COVID-19? How to Safely Celebrate  Christmas This Year

વળી તે પણ જાણી લો કે, ગ્રંથો અનુસાર ઈસા મસીહ એક સાદગીમાં વિશ્વાસ રાખનાર, ગરીબ અને કમજોરની ચિંતા કરનાર, આડમ્બર અને દેખાવાથી દૂર રહેનાર એક આધત્યાત્મિક પુરુષ હતા.તેથી જ તેમને શ્રદ્ધાપૂર્વક ઈશ્વરપુત્ર કહેવામાં આવે છે. ત્યારે 25 ડિસેમ્બર અને 31ની ઉજવણી કરતા લોકો જાણી લે કે, ધર્મ હંમેશા વ્યક્તિને સંસ્કાર સિંચન કરવાનું માધ્યમ હોય છે, ચાહે જે પણ ધર્મ હોય. પરંતુ તેના રસ્તા પરોપકાર અને કલ્યાણના માર્ગ તરફ જ ખુલતા હોય છે. ત્યારે આ દિવસો પણ આ જ શીખવે છે….ત્યારે ધર્મના નામે સ્વ્ચ્છન્દતા આચરનારા લોકો આ સમજે…અને તેની સાચી ઉજવણીથી માનવતાનો પ્રકાશ ફેલાવે તે જ સાચું સેલિબ્રેશન હશે…નહિ કે, અડધી રાત્રે દારૂની મહેફિલો જમાવી અર્ધનગ્ન હાલતમાં નૃત્યો કરવા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…