Not Set/ રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે ચડતા સમગ્ર પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.રાજ્ય સભાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજ કોરોના

Gujarat Trending
nitin bhardvaj rajkot રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે ચડતા સમગ્ર પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.રાજ્ય સભાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજ કોરોના સામે લાંબી જંગ લડ્યા હતા.વધુ સારવાર માટે તેઓને જેને લઇ જવામાં આવ્યા હતા જોકે તેઓ અંતે કોરોના સામે હારી ગયા હતા અને તેમનું દુઃખદ નિધન થયું હતું. એવામાં રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારમાં સભ્યોને કોરોના વળગ્યો છે. જેના કારણે પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

કોરોનાની અસર / 1 એપ્રિલથી કોઈપણ રાજ્યમાંથી બેંગ્લોરમાં એન્ટ્રી માટે RTPCR નેગેટીવ ટેસ્ટ રિપોર્ટ જરૂરી

ગઈકાલે સાંજે નીતિનભાઈ ભારદ્વાજના પુત્ર નિયત અને દિવંગત અભય ભારદ્વાજની પુત્રી અમૃતાબેન નો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારજનોમાં ભારે ભયની લાગણી જોવા મળી રહી છે. એવામાં આજે સવારે રાજકોટના પૂર્વ પોર્ટ કોર્પોરેટર રાજુ ભાઈ બોરીચાના પુત્ર વૈભવ, તેમના ધર્મપત્ની મંજુલાબહેન, તેમજ મોટા ભાભી મંછાબહેનના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ભાજપમાં ચિંતા પ્રવર્તી રહી છે.

કોરોના બાદ પ્રથમ વિદેશ યાત્રા / 497 દિવસ બાદ PM મોદી બાંગ્લાદેશ જવા રવાના

હાલમાં આ તમામ પોતપોતાના ઘરે હોમ આઇસોલેશનમાં છે અને તેઓની તબીયત સારી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓ જલ્દીથી સાજા થાય તેવી સમગ્ર શહેરીજનો અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર / મુંબઈની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 2 લોકોનાં થયા મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…