Not Set/ રાજકોટ/ ગોશાળમાં 30 ગાયનાં એક સાથે મોતથી ભારે રોષ, તપાસની કરાય માંગ

જે હિન્દુ ધાર્મિકતા સાથે વણાયેલ છે. જેને મા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જેમી 32 કરોડ દેવતાઓનો વાસ છે તેવી “ગાય” મામલે રાજકોટમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી હા રાજકોટમાં 30 ગાયોનાં મોતનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષનો મુદ્દો બન્યો છે. આ ઘટના રાજકોટનાં બાપા સીતારામ ગૌશાળા આશ્રમમાં બની હોવાનું સામે આવી […]

Rajkot Gujarat
Cow in Goa રાજકોટ/ ગોશાળમાં 30 ગાયનાં એક સાથે મોતથી ભારે રોષ, તપાસની કરાય માંગ

જે હિન્દુ ધાર્મિકતા સાથે વણાયેલ છે. જેને મા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે જેમી 32 કરોડ દેવતાઓનો વાસ છે તેવી “ગાય” મામલે રાજકોટમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જી હા રાજકોટમાં 30 ગાયોનાં મોતનો મામલો સામે આવતા લોકોમાં ભારે રોષનો મુદ્દો બન્યો છે. આ ઘટના રાજકોટનાં બાપા સીતારામ ગૌશાળા આશ્રમમાં બની હોવાનું સામે આવી રહ્યું છે. અચાનક જ ગાયોના મોત થયાનાં મામલે માલધારી સમાજમાં રોષ જોવામાં આવી રહ્યો છે. તો જીવદયા પ્રેમીઓમાં એક સાથે 30 ગાયનાં મોતથી હાહાકાર મચી ગયો છે. આ મામલે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. તો સાથે સાથે વિપક્ષનાં નેતા વશરામ સાગઠીયાએ તપાસ ઝડપી અને નિષ્પક્ષ થાય તેવી માંગ પણ કરી હતી.

આપણ વાચોં : અરાવલી જીલ્લામાં રોગચાળાથી 20 ગાયોનાં ટપોટપ મોત, તંત્રને તો હજુ જાણ જ નથી

જો કે, રાજકોટની બાપા સીતારામ ગૌશાળા આશ્રમમાં 30 ગાયોનાં મોતનાં મામલાની ઘટના સામે આવતા મનપાના નાયબ કમિશનરે પોતાનાં નિવેદનમાં જણાવ્યું હતુ કે, આ મામલે કોર્પોરેશન દ્વારા બે મહત્વના નિર્ણય લેવાયા છે. એક તો બાપા સીતારામ ગૌશાળાને હવે ગાયો નહીં અપાય અને હાલ જે ગાયો છે તેને અપાતા નીરણની તુરંતમાં તપાસ કરાશે. આ તપાસ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જ કરાશે.  આપને જણાવી દઇએ કે, 30 ગાયોનાં માત માં ફુડ પોઇઝનીંગના કારણે મોત થયાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે થોડા દિવસ પૂર્વે જ અરાવલી જીલ્લામાં રોગચાળાથી 20 ગાયોનાં ટપોટપ મોત નિપજ્યા હતા. તંત્રને તો ઘટનાની જાણ પણ મોડે મોડે થઇ હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.