Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ફોર્મ(Forms) ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક હલચલ જોવા મળી રહી છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક ઉમેદવારોને ફોર્મ(Forms) પરત ખેંચવાની અંતિમ તારીખ સુધી કોઈ અનિચ્છનીય દબાણ કે પ્રભાવથી બચાવવા માટે તેમને અસ્થાયી રીતે અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હોવાની ચર્ચા છે. કહેવાય છે કે અનુભવી અને જૂના કોંગ્રેસી આગેવાનોને બાદ કરતા અન્ય કેટલાક ઉમેદવારોને સુરક્ષા અને રણનીતિના ભાગરૂપે રાજકોટ બહાર લઈ જવામાં આવ્યા છે અને તેમને બુધવારે સાંજે ફરીથી શહેરમાં પરત લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
જો કે, આ સમગ્ર મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવી તમામ વાતો માત્ર અફવા છે અને પક્ષમાં ઉમેદવારોને ક્યાંય ખસેડવામાં આવ્યા નથી.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
