Not Set/ રાજકોટ કોર્પોરેશનની અનોખી પહેલ,શ્રીમંતો પાસેથી 27000 ચીજો મેળવી જરૂરિયાતમંદોને વહેંચાઇ

  રાજકોટ દિવાળી આવી છે ત્યારે સમાજમાં દાન આપવાનું ચલણ વધે છે.દિવાળીના પર્વમાં અનેક લોકો જરૂરિયાતમંદોને આર્થિકથી લઇને બીજી સહાય કરતા હોય છે.સમાજના જરૂરિયાત લોકોને મદદ કરવા માટે રાજકોટ કોર્પોરેશને પણ પહેલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રીમંતો પાસેથી તેમને ઉપયોગી ન હોય તેવી ચીજવસ્તુઓ મેળવીને જરિયાતમંદ ગરીબોને વહેંચવામાં આવી હતી. રાજકોટ કોર્પોરેશને તેમના સંવેદના […]

Gujarat
diwali રાજકોટ કોર્પોરેશનની અનોખી પહેલ,શ્રીમંતો પાસેથી 27000 ચીજો મેળવી જરૂરિયાતમંદોને વહેંચાઇ

 

રાજકોટ

દિવાળી આવી છે ત્યારે સમાજમાં દાન આપવાનું ચલણ વધે છે.દિવાળીના પર્વમાં અનેક લોકો જરૂરિયાતમંદોને આર્થિકથી લઇને બીજી સહાય કરતા હોય છે.સમાજના જરૂરિયાત લોકોને મદદ કરવા માટે રાજકોટ કોર્પોરેશને પણ પહેલ કરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રીમંતો પાસેથી તેમને ઉપયોગી ન હોય તેવી ચીજવસ્તુઓ મેળવીને જરિયાતમંદ ગરીબોને વહેંચવામાં આવી હતી.

રાજકોટ કોર્પોરેશને તેમના સંવેદના કાર્યક્રમ હેઠળ જરૂરીયાતમંદ લોકોને વસ્ત્રો, ફટાકડા, ધાબળા, ગરમ વસ્ત્રો, રમકડા, સ્ટેશનરી, સ્કૂલબેગ જેવી 27000 ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ચીજો આર્થિક સંપન્ન લોકો પાસેથી મેળવાઇ હતી.

આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના વંચિત લોકોના હિત અને સુખાકારી માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે. શહેરના આપણા આ બાંધવોને પણ સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી તેઓના આત્મસન્માનમાં વૃદ્ધિ કરવા અને તેઓના ચહેરા પર સ્મિત પ્રગટાવવા રાજકોટ મહાપાલિકા દ્વારા જનભાગીદારીથી ‘સક્ષમ રાજકોટ’ પ્રોજેકટ હેઠળ ‘સંવેદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

શહેરના સુખી-સંપન્ન લોકો પાસેથી વસ્ત્રો, ફટાકડા, ધાબળા, ગરમ વસ્ત્રો, રમકડા, વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી, સ્કૂલ બેગ, પુસ્તકો, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ તા.5-10-2017થી તા.14-10-2017 સુધી મહાપાલિકાની ઝોનલ ઓફિસ, તમામ વોર્ડ ઓફિસ, સ્નાનાગાર, આર્ટ ગેલેરી, સિવિક સેન્ટરો ખાતેથી એકત્ર કરવામાં આવેલ હતી જેમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓનો પણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો જે અંતર્ગત 27000 જેટલી અલગ અલગ ચીજવસ્તુઓ શહેરીજનો તરફથી પ્રાપ્ત થઈ હતી

(તસ્વીર પ્રતીકાત્મક છે)