Not Set/ રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

રાજકોટમાં કોરોનાનું રસીકરણ વેગવંતુ બનાવવામાં આવ્યા બાદ કોરોના ના કેસ માં છેલ્લા ત્રણ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રીજા દિવસે મોતનો આંકડો 40 ની અંદર નોંધવામાં

Top Stories Gujarat
rajkot new c રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

રાજકોટમાં કોરોનાનું રસીકરણ વેગવંતુ બનાવવામાં આવ્યા બાદ કોરોના ના કેસ માં છેલ્લા ત્રણ દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રીજા દિવસે મોતનો આંકડો 40 ની અંદર નોંધવામાં આવ્યો છે. પરંતુ તેની વચ્ચે મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું છે.તે જોતા રાજકોટવાસીઓના નસીબમાં શાંતિ હોય તેવું લાગી રહ્યું નથી.રાજકોટમાં 24 કલાકમાં 37 દર્દીના મોત નીપજ્યા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટમાં આજે બપોર સુધીમાં નવા કેસ ઘણા દિવસો બાદ પ્રથમ વખત 80  નોંધાયા છે.રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 38,949 પર પહોંચી છે તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2624 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 409 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

recover3 રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

તારીખ: 14/05/2021 ના કુલ પોઝિટિવ :- 359

 કુલ ટેસ્ટ :- 5542
કુલ પોઝિટિવ :- 359
પોઝિટીવ રેઈટ :- 6.47 %
કુલ ડીસ્ચાર્જ :- 409

rtpcr રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

આજે બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 80
કુલ પોઝિટિવ કેસ :- 38949
કુલ ડિસ્ચાર્જ : 36072
રિકવરી રેઈટ : 92.80 %
કુલ ટેસ્ટ :- 1084056
પોઝિટિવિટી રેઈટ :- 3.58 %

મ્યુકરમાઈકોસિસના દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા

rs trivedi રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધીક્ષકે જણાવ્યું હતું કે અલગ અલગ પ્રેઝેન્ટેશન આવ્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ રાજકોટમાં દાખલ થઈ રહ્યા છે. બેઠક ચાલી રહી હતી એ સ્થિતિએ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 212 કેસ દાખલ હતા, હવે દરરોજ 50 નવા કેસ દાખલ થવાની શક્યતા છે. ગુજરાતમાં માત્ર બે જિલ્લા રાજકોટ અને અમદાવાદમાં જ મ્યુકરમાઈકોસિસના કેસ 3 આંકડામાં નોંધાઈ રહ્યા છે.

રાજકોટ ડિવીઝન દ્વારા 20 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા અન્ય રાજ્યોમાં 1911.28 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન મોકલાયો

148448l રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું

કોવિડ દર્દીઓને રાહત મળે તે માટે રેલવે લિક્વિડ મેડિકલ ઓક્સિજનમાં પરિવહન માટે સતત એક્સપ્રેસ ટ્રેનો ચલાવી રહી છે.આ જ બ્રહ્મા વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવીઝન દ્વારા 13 મેના રોજ વધુ ત્રણ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો 24 કલાકથી ઓછા સમયમાં દોડાવવામાં આવી હતી.રાજકોટ વિભાગના સિનિયર ડીસીએમ અભિનવ જે આપના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ રેલવે 13 મેના રોજ દિલ્હી જવા માટે માટે બે ઓક્સિજન એક્સપ્રેસ સહિત બે વધુ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો લઈ અને રવાના થઈ હતી. મોડી રાત્રે 12:15 કલાકે એક ઓક્સિજન એક્સપ્રેસ હાપા થી રાજસ્થાનના કનકપુરા તરફ રવાના થઇ હતી જેમાં બે ટેન્કર દ્વારા 32.86 પ્રવાહી તબીબી ઓક્સિજન વહન કરવામાં આવ્યું હતું. બીજી એક્સપ્રેસ 3:00 કલાકે દિલ્હી કેંટ માટે રવાના થઇ હતી. જેમાં 6.66 પ્રવાહી તબીબી ઓક્સિજનને ચાર ટેન્કર દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું. ત્રીજી ટ્રેન સાંજે છ 45 કલાકે હાપા થી દિલ્હી માટે રવાના થઇ હતી જેમાં 79.19 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન ચાર ટેન્કર દ્વારા પરિવહન કરવામાં આવ્યું હતું.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જામનગર દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય માટે ટેન્કર આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1911.28 તન લિક્વિડ મેડિકલ ઓક્સિજન રાજકોટ વિભાગ દ્વારા મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં ઓક્સિજન ટેન્કર દ્વારા કુલ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યો છે.

majboor str 10 રાજકોટમાં ત્રીજા દિવસે મોતનો આંકડો 40ની અંદર, નવા કેસ બપોર સુધીમાં 80, મ્યુકરમાઈકોસિસે માથું ઊંચક્યું