Not Set/ રાજકોટ: નામચીન કમલેશ રામણીની નશાની હાલતમાં યુવતી સાથે ઘરપકડ

રાજકોટ નામચીન બિલ્ડર કમલેશ રામાણી કાલાવડ રોડ ઉપર આવેલા તેના ફ્લેટમાંથી નશાખોર હાલતમાં ઝડપાયો છે. રામાણી સાથે ફ્લેટમાંથી એક યુવતી પણ ઝડપાઇ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો દરોડોમાં કમલેશ રામાણી નશાની હાલતમાં મળી આવતા ફરી વિવાદમાં ફસાયો છે. આપને જણાવી દઇએ કે પૂર્વે પણ રાજકોટની યુવતી દ્વારા બિલ્ડર કમલેશ રામાણી પર અનેક ગંભીર […]

Top Stories Rajkot Gujarat
kamlesh ramani રાજકોટ: નામચીન કમલેશ રામણીની નશાની હાલતમાં યુવતી સાથે ઘરપકડ

રાજકોટ નામચીન બિલ્ડર કમલેશ રામાણી કાલાવડ રોડ ઉપર આવેલા તેના ફ્લેટમાંથી નશાખોર હાલતમાં ઝડપાયો છે. રામાણી સાથે ફ્લેટમાંથી એક યુવતી પણ ઝડપાઇ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો દરોડોમાં કમલેશ રામાણી નશાની હાલતમાં મળી આવતા ફરી વિવાદમાં ફસાયો છે.

આપને જણાવી દઇએ કે પૂર્વે પણ રાજકોટની યુવતી દ્વારા બિલ્ડર કમલેશ રામાણી પર અનેક ગંભીર પ્રકારનાં આરોપો લગાવવામાં આવ્યા હતા અને આરોપી બિલ્ડર કમલેશ રામાણી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. રામાણી અને વિવાદને જુનો નાતો હોય અને ભૂતકાળનું પરિવર્તન થઇ રહ્યું હોય તેવી રીતે ફરી રામાણી નશાની હાલતમાં છોકરી સાથે ઝડપાતા લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ” ચાહે કુછભી હો જાયે હમ નહીં, સુધરેંગે”

kamlesh ramani.PNG1 રાજકોટ: નામચીન કમલેશ રામણીની નશાની હાલતમાં યુવતી સાથે ઘરપકડ

રાજકોટમાં અનેક ગુનામાં સંડોવાયેલો અને સતત વિવાદમાં રહેતો બિલ્ડર કમલેશ રામાણીએ ફરી લખણ ઝળકાવ્યા છે. શહેરના કાલાવડ રોડ પરના તુલીપ એક ફ્લેટમાંથી કમલેશ એક યુવતી સાથે નશાખોર હાલતમાં ઝડપાયો છે. કમલેશ ફ્લેટમાં યુવતી સાથે દારૂની મહેફીલ માણી રહ્યો હતો થોડા દિવસ પહેલા યુનિવર્સિટી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે હવામાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં કમલેશરામાણીએ ફાયરિંગ કર્યાનું ખુલ્યું હતું. પહેલા પણ કમલેશ રામાણી સામે અનેકગુનાઓ નોંધાયા છે. પૂર્વે યુવતીનો ચહેરો કદરૂપો કરવા બિલ્ડર કમલેશ રામાણીએ સોપારી આપી હતી. તેમજ દારૂ, બિયર અને સેક્સ સિડી સાથે યુવતીઓ ઝડપાઇ હતી. જે રાજકોટનો ટોક ઓફ ધ ટાઉન કેસ રહ્યો છે. આ કેસમાં પણ કમલેશ રામાણીનું નામ ઉછળ્યું હતું.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.વા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.