Not Set/ રાજકોટ/ જેતપુરનાં પીપળાવમાંથી કોંગો ફીવરનો શકમંદ કેસ સામે આવ્યો

રાજકોટમાંથી કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાનાં પીપળાવ ગામેથી કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આપવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વાત જાણે એમ છે કે જેતપુરના તાલુકાનાં પીપળાવ ગામે કોંગો ફીવરનો કેસ ડિટેક્ટ થયો છે. કોંગોનો કેસ સામે આવતા સ્વાસ્થયની ટીમની સાથે સાથે પશુપાલન વિભાગે પણ તપાસ હાથ ધરી છે. શકમંદ કોંગો […]

Gujarat Rajkot
kongo રાજકોટ/ જેતપુરનાં પીપળાવમાંથી કોંગો ફીવરનો શકમંદ કેસ સામે આવ્યો

રાજકોટમાંથી કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાનાં પીપળાવ ગામેથી કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આપવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વાત જાણે એમ છે કે જેતપુરના તાલુકાનાં પીપળાવ ગામે કોંગો ફીવરનો કેસ ડિટેક્ટ થયો છે. કોંગોનો કેસ સામે આવતા સ્વાસ્થયની ટીમની સાથે સાથે પશુપાલન વિભાગે પણ તપાસ હાથ ધરી છે. શકમંદ કોંગો ફીવરનાં દર્દી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગ્રામજન, સ્વાસ્થય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ એક સાથે કોંગોનો કેસ સામે આવતા પીપળાવ – જેતપુર દોડી ગઇ હતી અને જરૂરી સેમ્પલો લઇ તકેદારી સાથે આગળની તપાસ હાથ ધરી છે.

આપને જણાવી દઇએ કે, કોંગો ફીવર ચેપી પ્રકારનાં રોગમાં સમાવિષ્ટ છે અને જાનલેવા ગણાતા આ તાવની સારવારમાં પણ ખુબ કાળજી સાથે પદ્વતિસરની સારવારની જરૂર રહેતી હોવાથી તેમજ આ રોગનો ચેપ/વાઇસર ખુબ ઝડપથી ફેલાતો હોવાનાં કારણે તંત્ર દ્વારા આ રોગ અને તેના લક્ષણો સામે ત્વરીત તપાસ અને સારવાર જેવા પગલા લેવામાં આવતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.