Rajkot Rasrang Fair/ રાજકોટ શ્રાવણી મેળાનો શુભારંભઃ પ્રવાસન્ મંત્રી મૂળૂભાઈ બેરાએ કર્યુ ઉદઘાટન

રાજકોટ શહેરની આગવી ઓળખ સમા શ્રાવણી મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે. પ્રવાસન્ મંત્રી મૂળુભાઈ બેરાએ આ મેળાનું ઉદઘાટન કર્યુ હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Rajkot
Rajkot Rasrang Fair રાજકોટ શ્રાવણી મેળાનો શુભારંભઃ પ્રવાસન્ મંત્રી મૂળૂભાઈ બેરાએ કર્યુ ઉદઘાટન

રાજકોટઃ રાજકોટ શહેરની આગવી ઓળખ સમા શ્રાવણી મેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે. પ્રવાસન્ મંત્રી મૂળુભાઈ બેરાએ આ મેળાનું ઉદઘાટન કર્યુ હતું. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મેળાનું દર વર્ષે નામાંકરણ કરવામાં આવતું હોય છે તેમ આ વખતે રાજકોટ મેળાનું નામ રસરંગ મેળો Rajkot Rasrang Fair રાખવામાં આવ્યું છે.

આ મેળામાં આ વર્ષે પંદર લાખથી પણ વધુ લોકો હાજર રહે તેમ માનવામાં આવે છે. દર વર્ષે જન્માષ્ટમીએ યોજાનારા રાજકોટના આ મેળાની સૌરાષ્ટ્રના લોકો વર્ષ સુધી ઉત્સુકતાથી રાહ જોતાં હોય છે. આ મેળો નવ સપ્ટેમ્બર સુધી ચાલશે.

પ્રવાસન્ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે  સૌરાષ્ટ્રમાં યોજાતો લોકમેળો Rajkot Rasrang Fairઆપણી સંસ્કૃતિ છે. વિવિધતામાં એક્તાની સંસ્કૃતિ આપણા આ પંચરંગી મેળાઓએ જાળવી રાખી છે. રાજકોટનો આ મેળો ફક્ત સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે. તેને માણવા માટે અનેક લોકો આવે છે. દર વર્ષે લાખો લોકો આ મેળામાં મહાલે છે.

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું  હતું કે લોકમેળાના Rajkot Rasrang Fair લીધે સમાજમાં એકતા, ભાઇચારો, બંધુતા, સમાનતામાં વધારો થાય છે. આ મેળો રાજકોટની શાન છે, ગુજરાતનું ગૌરવ છે. આ લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ ઓળખ બની ગયો છે. તેની પાછળ લોકો પોતાનો દુઃખ, થાક ભૂલી જાય છે.

કલેક્ટરશ્રીએ લોકમેળા અમલીકરણ સમિતિ વતી પ્રવાસન્ મંત્રીશ્રીને 35 લાખ રૂપિયાનો ચેક સીએમ રીલીફ ફંડમાં આપ્યો હતો. મહેમાનોનું સ્વાગત કલેક્ટર પ્રભવ જોશીએ કર્યુ હતુ. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા. લોકનૃત્યોમાં પ્રાચીન ગુજરાતના ગરબા, અઠીંગો, હુડો, રાસ, સીદી ધમાલ, તલવાર રાસ, મણિયારો રાસ, ઢાલ છત્રી નૃત્યો લોકગીતો સાથે કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

આ પણ વાંચોઃ Illegal Electricity connection/વીજચોરને વિજિલન્સનો ‘કરંટ’: ઓરી ગામમાં વીજચોરી કરનારી મહિલાને સવા પાંચ લાખનો દંડ

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર/માર્ગ અને મકાન વિભાગ ‘માર્ગ ભૂલ્યો’: SOR વગર જ થતી ખરીદી

આ પણ વાંચોઃ Gujarat rainforecast/ખેડૂતોને હાશકારોઃ વરસાદના પુનરાગમનનો ધમધમાટ શરૂ થયો, વાતાવરણ બદલાયું

આ પણ વાંચોઃ નિવેદન/PM મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણને સફળ બનાવવા માટે ગુજરાત મક્કમ: મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચોઃ કચ્છ/BSFને જખૌ દરિયાઈ સીમામાં સર્ચ ઓપરેશન દરમિયાન ચરસના વધુ 5 પેકેટ મળ્યાં