ST Bus Accident/ રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે

એસટીની મુસાફરી માટે સલામત સવારીના ઢોલ પીટાય છે, પરંતુ તે એસટીમાં બેઠેલાઓ માટે છે રસ્તા પર ચાલનારાઓનું શું. રાજકોટ જિલ્લાના ગોંડલ પાંજરાપોળ ખાતે અકસ્માત સર્જાયો છે.

Top Stories Gujarat Rajkot
ST Bus Accident રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે

રાજકોટઃ એસટીની મુસાફરી માટે સલામત ST Bus Accident સવારીના ઢોલ પીટાય છે, પરંતુ તે એસટીમાં બેઠેલાઓ માટે છે રસ્તા પર ચાલનારાઓનું શું. રાજકોટ જિલ્લાના ગોંડલ પાંજરાપોળ ખાતે અકસ્માત સર્જાયો છે. એસ.ટી. બસ ચાલકે વૃદ્ધને હડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસ ડ્રાઇવરે લોકોના મારની બીકે નદીમાં કૂદકો મારી દીધો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ દ્વારા એસ ટી બસ ડ્રાઇવરને સ્મશાનની જોડેથી બહાર કાઢવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર ST Bus Accident માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નદીમાં ભૂસકો મારનારા એસ.ટી. બસ ડ્રાઇવરને પણ વધુ સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ વધારે સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને લઈને પુલની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ સિટી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
આ સિવાય રાજકોટમાં અન્ય મોટો અકસ્માત ST Bus Accident થયો હતો. આ વખતે કોઈ સામાન્ય કાર ચાલક નહી, પરંતુ ખુદ પોલીસ કર્મચારીએ જ એક છોકરીને હડફેટે લીધી હતી. સદનસીબે છોકરીને ખાસ ઇજા થઈ ન હતી, પરંતુ પોલીસ અધિકારી નશામાં હોવાનું માલૂમ પડ્યું છે.

 

આ પણ વાંચોઃ Saffron Yatra Haryana/  હરિયાણાના મેવાતમાં ભગવા યાત્રા પર પથ્થરમારો, અનેક વાહનો પણ સળગ્યા; ઇન્ટરનેટ સેવા બંધ

આ પણ વાંચોઃ રાજકોટ/ મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું

આ પણ વાંચોઃ કાળનો કોળિયો/ વડોદરામાં મોઢું ધોવા ગયેલા યુવકને મગર ખેંચી ગયો

આ પણ વાંચોઃ 2024 Elections/ 2024ની ચૂંટણી પહેલા ભાજપનો સો.મીડિયા પર ‘શંખનાદ’,જાણો શું છે ખાસ પ્લાન

આ પણ વાંચોઃ રાજસ્થાન/ વિદ્યાર્થિને પાણીમાં પેશાબ ભેળવીને પીવડાવવા પર હોબાળો, બે પક્ષો વચ્ચે પથ્થરમારો, પોલીસની જીપના કાચ તૂટ્યા

આ પણ વાંચોઃ Ahmedabad/ પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ