Not Set/ રાજકોટમાં TP રોડમાં મકાન કપાતને લઇ વિરોધ પ્રદર્શન, એક મહિલા બેભાન

મવડી પ્લોટ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મકાન કપાતમાં આવવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.  જલારામ- મધુરમ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંદાજે 100 મકાન કપાતમાં આવતા વિરોધ થઇ રહ્યો છે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.

Top Stories Rajkot
રાજકોટ મકાન કપાત

રાજકોટમાં TP રોડને લઈ સ્થાનિકો એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મવડી પ્લોટ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા મકાન કપાતમાં આવવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.  જલારામ- મધુરમ સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંદાજે 100 મકાન કપાતમાં આવતા વિરોધ થઇ રહ્યો છે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,  રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલા જલારામ મધુરમ સોસાયટીના સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલા નકશામાં કપાત વિસ્તાર ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અચાનક પ્લાન બદલી નાંખતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. 200થી વધુ મહિલાઓ તથા પુરુષો એકઠા થયા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન એક મહિલા બેભાન થઇ જતા 108 ઘટના સ્થળે પહોચી છે અને તેની સારવાર હાથ ધરી છે.

રાજકોટ મકાન કપાત વિરોધ

સ્થાનિક મહિલાએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું અને મારી સાથે કાગળિયા છે જે બેન્કમાં છે. અમે લોન લઈને ઘર લીધું છે. અને જ્યાં જુનો રોડ નીકળતો હોય ત્યાંથી રોડ કાઢવા અમારી વિનંતી અને માંગણી છે. અમે હાથ જોડીને માફી માંગીએ છીએ કે, અમારા મકાન રહેવા દ્યો.

આ મુદ્દે શાસક પક્ષના નેતા વિનુભાઈ ગવાએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, ટ્રાફિકની સમસ્યાને પહોચી વળવા માટે રોડ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ નોટીસ આપવામાં આવી છે અને નોટિસ આપ્યા પછી પ્રક્રિયા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે અને તેઓ રજૂઆત લઈને આવશે તો આપણે તેનો રસ્તો કરી આપીશું.