Not Set/ રાજકોટની ઉચ્ચ શિક્ષિત પરિણીતાને સાસરિયાંનો પારાવાર ત્રાસ, ફરિયાદ કરતા કથની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

અમદાવાદમાં આયેશા નામની પરિણીતાએ આત્મહત્યા કરી હોવા છતાં પણ હજુ રાજ્યના દરેક શહેરોમાં રોજ એક મહિલાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ ની ફરિયાદો પોલીસના ચોપડે થી પ્રાપ્ત થઇ રહી છે.ઓછું ભણેલી મહિલાઓ ને ત્રાસ હોય અને તે દબાઈ

Gujarat Rajkot
violence inlaws રાજકોટની ઉચ્ચ શિક્ષિત પરિણીતાને સાસરિયાંનો પારાવાર ત્રાસ, ફરિયાદ કરતા કથની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

અમદાવાદમાં આયેશા નામની પરિણીતાએ આત્મહત્યા કરી હોવા છતાં પણ હજુ રાજ્યના દરેક શહેરોમાં રોજ એક મહિલાને સાસરિયાંઓ દ્વારા ત્રાસ ની ફરિયાદો પોલીસના ચોપડે થી પ્રાપ્ત થઇ રહી છે.ઓછું ભણેલી મહિલાઓને ત્રાસ હોય અને તે દબાઈ જાય કે સહન કરી લે તે સમજી શકાય. પરંતુ આજે પણ આપણો સમાજ શિક્ષિત હોવા છતાં  પણ હજુ પણ ઉચ્ચ શિક્ષિત સ્ત્રીઓ પર ત્રાસ ગુજારવામાં આવે છે.આવા અનેક કિસ્સાઓ આપણને જોવા મળી રહ્યા છે ત્યારે આવો એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો છે.રાજકોટની CA ભણેલી પરિણીતાને તેનો પતિ કહેતો કે તારા જેવી નેરોમાઈન્ડ, કાયમી બીમાર સાથે મારે નથી રહેવું એમ કહીને ત્રાસ આપતો હતો. તેથી હેમાલી (નામ બદલેલું છે)એ તેના રાજસ્થાનના ઉદયપુર સ્થિત પતિ, તથા છોટા ઉદેપુરના સંખેડા ખાતે રહેતા સાસુ, સસરા સહિતના વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ અને મારકૂટની રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ મહિલાની કથની સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.

देहरी के भीतर का दर्द!

CA સુધી અભ્યાસ છતાં, પારાવાર ત્રાસ,પતિ કરતો હતો શંકા અને જાસૂસી

પોલીસ ફરિયાદ અંતર્ગત શિક્ષિત પરિણીતા હેમાલીબેને જણાવ્યું હતું કે, મેં CA ઇન્ટર સુધી અભ્યાસ કરેલું છે અને હાલ હું મારા માવતરે રહી પ્રાઇવેટ નોકરી કરું છું. મારા લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા. અમો લગ્ન બાદ મારા પતિ બરોડા મારા જેઠ – જેઠાણી રહેતા હતા. ત્યાં મુકી ગયેલા અને મારા પતિ ઉદયપુર (રાજસ્થાન) પ્રા.કંપનીમાં નોકરી કરતા હોય ત્યાં જોબ પર જતા રહેલ અને થોડા દિવસ બાદ હું પણ ત્યાં રહેવા જતી રહી હતી. મારા પતિએ મારૂ જુનું સીમ કાર્ડ જે મારા નામનું હોય તે કાઢી નાખેલું અને મારા જેઠ કૃણાલભાઇના નામનું સીમ કાર્ડ મારા મોબાઇલ ફોનમાં નાખી તેઓ મારી જાસુસી કરતા હતા. પ્રેગ્નેસીના પાંચ મહિના બાદ બાળકને પ્રોબ્લેમ હોવાથી અમો એ મારા પતિ તથા મારા સાસરીયાવાળાઓની હાજરીમાં જ બરોડા ખાતે મિસ કેરેજ કરાવેલ હતું. ઉદયપુર મારા પતિ મને કહેતા તારા જેવી નેરોમાઇન્ડ , માનસિક અશક્ત અને કાયમી બીમાર સાથે મારે નથી રહેવુ તુ તારા પિતાના ઘરે રાજકોટ જતી રહે તેમ કહી માનસિક ટોર્ચર કરતા હતા.જેથી હું મારા માવતર રાજકોટ રહેવા આવી ગઈ હતી.

महिलाओं को सुरक्षा प्रदान करता है घरेलू हिंसा अधिनियम - domestic violence act provides protection to women - AajTak

ધર્મની માનેલી બહેનને પત્ની કરતા વિશેષ દરજ્જો

આ ઉપરાંત તેણે વધુમાં તેના પતિ વિશે જણાવ્યું હતું કે મારા પતિ લગ્ન બાદથી ત્રાસ આપતા હતા અને સાસુ પણ મારા વિરૂધ્ધ ખોટી ખોટી વાતો કરી મારા પતિને ચડામણી કરતા હતા અને મારા સસરા પણ અમોને કહેતા કે અમો કહીએ તેમ જ તમારે કરવાનું. આમ તેઓ જેમ ફાવે તેમ મારી સાથે કારણ વગર ઝઘડો કરતા હતા જેઠ પતિને અમારી વિરૂધ્ધ કાન ભંભેરણી કરતા અને તેઓ કહેતા કે’તારી પત્નીને અત્યારથી જ કંટ્રોલમાં રાખે છે ’અને તે વધારે ભણેલી ગણેલી છે આથી તેને વધારે કંઇ ઘરમા બોલવા પણ ન દેતો આમ તેઓ મારા વિરૂધ્ધ કહેતા હતા.મારા પતિ એ મારા મોબાઇલ ફોનમાં હિડન કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન મારી જાણ બહાર નાખેલી હતી તેની અમોને પાછળથી ખબર પડેલ અમો મારા પતિના ફોન બાબતે કંઇ પૂછી એ તો તે અમોને ફોન પણ બતાવતા નહી અને તે મારો ફોન મને કહ્યા વગર ચેક કરતા હતા અને મારો પતિ મારી ઉપર શંકાઓ કરતા અને અમોને ઘરે મારા પરિવાર સાથે પણ વાતચીત કરવા દેતા ન હતા.  અમો ઉદયપુર રહેતા હતા ત્યાં મારા પતિને ધર્મની બેન હતી તેને તેઓ મારા કરતા પણ વિશેષ મહત્વ આપતા હતા. આ બાબતે અમો તેને કહીએ તો તે અમારી સાથે ઝગડાઓ કરતા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…