Not Set/ રાજનાથનો પાકિસ્તાન પર હુમલો, અમને ખલેલ પહોંચાડનારાને શાંતિથી નહીં બેસવા દઈએ

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાન પર સખ્તાથી શુક્રવારે કહ્યું હતું કે અમે કોઈને પરેશાન કરતા નથી, પરંતુ જો કોઈ અમને ત્રાસ આપે છે, તો અમે તેને શાંતિથી બેસવા દઈશું નહીં. સંરક્ષણ પ્રધાને કોલ્લમમાં કહ્યું હતું કે, પડોશી દેશોના આતંકવાદીઓ કચ્છથી કેરળ સુધીના આપણા દરિયાકાંઠા પર મોટી ઘટનાઓને અંજામ આપી શકે છે. આપણ વાંચો : પાકિસ્તાન […]

Top Stories India
rajnath 1 રાજનાથનો પાકિસ્તાન પર હુમલો, અમને ખલેલ પહોંચાડનારાને શાંતિથી નહીં બેસવા દઈએ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાન પર સખ્તાથી શુક્રવારે કહ્યું હતું કે અમે કોઈને પરેશાન કરતા નથી, પરંતુ જો કોઈ અમને ત્રાસ આપે છે, તો અમે તેને શાંતિથી બેસવા દઈશું નહીં.
સંરક્ષણ પ્રધાને કોલ્લમમાં કહ્યું હતું કે, પડોશી દેશોના આતંકવાદીઓ કચ્છથી કેરળ સુધીના આપણા દરિયાકાંઠા પર મોટી ઘટનાઓને અંજામ આપી શકે છે.
આપણ વાંચો : પાકિસ્તાન પર ભડક્યા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું – 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરતા, નહીંતર PoKનો વિચાર કરી લેજો

રાજનાથસિંહે સાથે સાથે તે ફણ કહ્યું હતું કે જે દેશ પોતાના સૈનિકોના બલિદાનને યાદ નથી કરતો, તેને દુનિયામાં કોઈ માન નથી. સાથે જ તેમણે કહ્યું કે અમે દરિયાકાંઠા અને દરિયાઇ સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ.

બુધવારે રાજનાથસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓની મદદથી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ભારતે ક્યારેય તેની સાર્વભૌમત્વને પડકાર્યું નથી. અને સાથે સાથે રાજનાથે પાકિસ્તાનને 1971 ની ભૂલનું પુનરાવર્તન ન કરવાની ચેતવણી આપી હતી. આપને યાદ આપાવી દઇએ કે, 1971 ના યુદ્ધમાં, પાકિસ્તાન બે ભાગમાં વિભાજીત થયું અને બાંગ્લાદેશ તરીકે એક નવો દેશ ઉભરી આવ્યો હતો.

જુઓ  આપણ……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.