Not Set/ મુસ્લિમ બહેનો દ્વારા બનાવવામાં આવી રાખડીઓ, કોરોના સામે રક્ષણનો સંદેશ

ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.

Gujarat Others Trending
પવિત્ર પ્રેમનો તહેવાર

રક્ષા બંધનએ ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. ત્યારે ધર્મ જાતિના ભેદભાવથી મુક્ત થઈને મુ્સ્લિમ બહેનોએ હિંદુભાઈઓ માટે રાખડીઓ બનાવી.

રાખડી 2 મુસ્લિમ બહેનો દ્વારા બનાવવામાં આવી રાખડીઓ, કોરોના સામે રક્ષણનો સંદેશ

  • સર્વ ધર્મ એક સમાન, કોમી એકતાનો મેસેજ
  • ધર્મ જાતિના ભેદભાવથી મુક્ત ભાઈ બહેનનો પ્રેમ
  • મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓ માટે બનાવી રાખડી
  • અલગ અલગ પ્રકારની રાખડીની બોલબાલા

રક્ષા બંધનએ ભાઈએ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર છે. ત્યારે આ વખતે મુસ્લિમ બહેનો દ્વારા હિન્દૂ ભાઈઓ માટે અવનવી ડિઝાઈનની રાખડીઓ બનવામાં આવી. અને તેના માધ્યમથી એ પણ સ્પસ્ટ જાણવા મળ્યું કે ભાઈ બહેનનો પ્રેમ ધર્મ જાતિના ભેદભાવથી મુક્ત હોય છે. ઇકબાલભાઇએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે.

રાખડી 1 મુસ્લિમ બહેનો દ્વારા બનાવવામાં આવી રાખડીઓ, કોરોના સામે રક્ષણનો સંદેશ

ઇકબાલભાઈ દ્વારા છેલ્લા 50 વર્ષથી રાખડીઓ બનાવામાં આવ છે. અને ભારતના વિવિધ રાજ્યોમાંથી તેમને રાખડીએના ઓર્ડર પણ મળે છે. ઉલ્લેખનિય વાત એ છે કે ઇકબાલભાઈ દ્વારા બનાવામાં આવતી આ રાખડીઓ એક હિન્દું મુસ્લિમ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે.

કોરોના સામેની સુરક્ષાની સાથે સાથે અન્ય સલામતીના સંદેશ ભરી રાખડીઓ પણ ઇકબાલભાઇ અને તેમની દીકરીઓ દ્વારા બનાવવામાં આવી છે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો, તમાકુનુ વ્યસન છોડો,કેન્સર સામે રક્ષણ જેવા વિષય પર  સંદેશા આપતી રાખડીઓનો પણ સમાવેશ થાય છે.

Weather Update / યૂપી-બિહાર સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

શાબ્દિક હુમલો / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું કે….