Ayodhya Ram Temple/ અયોધ્યામાં રામ મંદિર : શું નેપાળથી લાવવામાં આવેલ શિલામાંથી બની છે ભગવાન રામની મૂર્તિ, જાણો હકીકત

અયોધ્યાનું રામ મંદિર પરંપરાગત નગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રામ મંદિર સંકુલની લંબાઈ 380 ફૂટ (પૂર્વ-પશ્ચિમ દિશા), પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.

Top Stories India
Mantay 2 અયોધ્યામાં રામ મંદિર : શું નેપાળથી લાવવામાં આવેલ શિલામાંથી બની છે ભગવાન રામની મૂર્તિ, જાણો હકીકત

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’નો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી સંભાવના છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે ઉપરાંત દેશના અનેક મહાનુવાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં નિર્માણ પામતું રામ મંદિર દેશના કરોડો ભક્તોનું આસ્થાનું પ્રતીક છે. અયોધ્યાનું આ સ્થાન વિવાદાસ્પદ રહ્યું છે.

જો કે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદનું સમાધાન કર્યું હતું. અને 2019માં સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ રામ મંદિર નિર્માણ કાર્યનો આરંભ થયો. આ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરાશે. મંદિર નિર્માણ કાર્ય સમયે એવી ચર્ચા હતી કે ભગવાન રામની મૂર્તિ માટે નેપાળથી શિલા લાવવામાં આવશે. ગત વર્ષે ભગવાન રામની મૂર્તિ માટે નેપાળથી કાલી ગંડકીમાંથી બે મોટી શિલા લાવવામાં આવી હતી. બંને શિલાનું વજન 12 ટનથી વધુ હોવાથી ટૂંકા માર્ગે અયોધ્યા મોકલવામાં આવી હતી. આ શિલાને લઈને સંતો અને નિષ્ણાતોમાં મતમંતાર જોવા મળ્યા.

C 4 1 અયોધ્યામાં રામ મંદિર : શું નેપાળથી લાવવામાં આવેલ શિલામાંથી બની છે ભગવાન રામની મૂર્તિ, જાણો હકીકત

કેટલાક સંતોએ મંદિર નિર્માણ કાર્ય સમયે આ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવા પર વિરોધ દર્શાવ્યો હતો. સંતોનું માનવું છે કે આ બંને શિલા શાલિગ્રામની જેમ પવિત્ર હોવાથી તેને તોડી મૂર્તિ ના બનાવી શકાય. જ્યારે નિષ્ણાતોએ પણ શિલામાં પાણીનું તત્વ વધુ હોવાથી શિલામાંથી મૂર્તિ બનાવાને મંજૂરી ના આપી. અંતતઃ નેપાળથી લાવેલ બંને શિલા હાલમાં અયોધ્યામાં જ છે. બંને શિલાને અયોધ્યાના રામ મંદિરના પરિસરમાં મૂકવામાં આવી છે જ્યાં ભક્તો તેને શાલિગ્રામ માની પૂજા કરી રહ્યા છે.

અયોધ્યાનું રામ મંદિર પરંપરાગત નગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. રામ મંદિર સંકુલની લંબાઈ 380 ફૂટ (પૂર્વ-પશ્ચિમ દિશા), પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે. મંદિરનો દરેક માળ 20 ફૂટ ઊંચો છે અને મંદિરમાં કુલ 392 થાંભલા અને 44 દરવાજા હશે. મંદિરના નિર્માણનો પ્રથમ તબક્કો હવે પૂર્ણ થઈ ગયો છે. આ સિવાય રામ મંદિર અનેક રીતે ખાસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: