Not Set/ સીઆર પાટીલ વાળા વોટ્સએપ ગૃપમાં શેર કરવામાં આવ્યા બિભત્સ ફોટા, સર્જાયો વિવાદ

સમવારે રાત્રે 10 વાગ્યા આસપાસ સતીષ રાણાએ અત્યંત અશ્લીલ ફોટો ગ્રુપમાં શેર કરી દીધો હતો.

Gujarat Surat
A 176 સીઆર પાટીલ વાળા વોટ્સએપ ગૃપમાં શેર કરવામાં આવ્યા બિભત્સ ફોટા, સર્જાયો વિવાદ

સુરતમાં સી.આર.પાટીલ વાળા વોટ્સએપ ગૃપમાં બિભત્સ ફોટો મુકાતા વિવાદ સર્જાયો છે. આ ગ્રુપમાં ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મોટા નેતાઓ ઉપરાંત માજી નગરસેવકો અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે. અને આ જ ગ્રુપમાં અશ્લીલ ફોટો મૂકાયા હતા. આ ફોટા મૂકનારને ફોટા ડીલીટ કરવા કહેવાયું છતાં ફોટા ડીલીટ નહી કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ મામલે મળતી માહિતી અનુસાર, સુરત શહેર ભાજપના આંજણા-ડુંભાલના વોર્ડ નંબર 19ના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સતીષ રાણા નામના કાર્યકરે અશ્લીલ ફોટો મૂક્યા હતા. આ ગ્રુપમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના મોટા નેતાઓ અને શહેર ભાજપના હોદ્દેદારો પણ સભ્ય છે.

આપને જણાવી દઈએ કે, સોમવારે રાત્રે 10 વાગ્યા આસપાસ સતીષ રાણાએ અત્યંત અશ્લીલ ફોટો ગ્રુપમાં શેર કર્યો હતો. ગ્રુપમાં ફોટો મોકલ્યા બાદ  વોર્ડ નંબંર 19ના પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્ર અગ્રવાલે સતીષ રાણાને આ અશ્લીલ ફોટો ગ્રુપમાંથી તાત્કાલિક ડિલીટ કરવા જણાવ્યું હતું, તેમ છતાં પણ તેણે આ અશ્લીલ ફોટો ગ્રુપમાંથી  ડિલીટ ઓ ન હતો.