નિધન/ CBI ના પૂર્વ ડિરેક્ટર રંજિત સિન્હાનું અવસાન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને 1974 બેચના આઈપીએસ અધિકારી રંજિત  સિન્હાનું આજે સવારે 04:30 વાગ્યે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે.

Top Stories India
A 202 CBI ના પૂર્વ ડિરેક્ટર રંજિત સિન્હાનું અવસાન, દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ

સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અને 1974 બેચના આઈપીએસ અધિકારી રંજિત  સિન્હાનું આજે સવારે 04:30 વાગ્યે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને નિધન થયું છે. સિન્હા 2012 થી 2014 સુધી સીબીઆઈના ડિરેક્ટર હતા. તેઓ મૂળ બિહારના હતા. રંજિત સિન્હા આઈટીબીપી અને આરપીએફના ડીજી પણ હતા. રંજિત  સિન્હાનું મોતનાં કારણની સત્તાવાર પુષ્ટિ મળી નથી.

તેમની કારકીર્દિમાં સિન્હાએ સીબીઆઈના ડાયરેક્ટર, આઇટીબીપી ડીજી જેવા ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. રંજિત સિન્હા  1974 બેચના આઈપીએસ અધિકારી હતા. સીબીઆઈના ડાયરેક્ટર જનરલ પદ સંભાળતાં પહેલાં, તે ભારત-તિબ્બત  બોર્ડર પોલીસ (આઈટીબીપી) ના ડિરેક્ટર હતા.

આ પણ વાંચો : કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ : પોતાની કંપનીમાં જાહેર કર્યુ સ્વૈચ્છિક એક સપ્તાહનું લોકડાઉન

રંજિત  સિન્હા પર પણ ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સીબીઆઈએ તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં પણ કેસ દાખલ કર્યો હતો. રંજિત  સિન્હા પર સીબીઆઈના વડા પદ સંભાળતી વખતે કોલસા ફાળવણી કૌભાંડની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકાયો હતો. 22 નવેમ્બર 2012 ના રોજ, તેઓને બે વર્ષ માટે સીબીઆઈ ચીફ બનાવવામાં આવ્યા હતા. અગાઉ, તેમણે રેલ્વે પ્રોટેક્શન ફોર્સનું નેતૃત્વ કર્યું હતું અને પટના અને દિલ્હી સીબીઆઈમાં વરિષ્ઠ હોદ્દા પર ફરજ બજાવી હતી.

આ પણ વાંચો :દિલ્હીમાં ચૂંટણી પંચે બોલાવી આજે સર્વદળીય બેઠક,પ.બંગાળની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ,જનસભા પર લાગી શકે પ્રતિબંધ

આ પણ વાંચો :દેશમાં વધુ એક ભયજનક રેકોર્ડ : 24 કલાકમાં 2.16 લાખ નવા કેસ, એક્ટિવ કેસ સાડા પંદર લાખને પાર