Gujarat/ અમદાવાદમાં ફ્રેન્ડશિપમાં ફસાવી યુવતી સાથે કરાયો દુષ્કર્મ

ગુજરાતમાં સતત બની રહેલી બળાત્કારની ઘટનાઓ વચ્ચે વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. આ સમયે હવે મધ્ય પ્રદેશના ઉજ્જૈનની એક યુવતીએ ફ્રેન્ડશિપમાં ફસાવી રેપ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે…

Ahmedabad Gujarat
test 25 અમદાવાદમાં ફ્રેન્ડશિપમાં ફસાવી યુવતી સાથે કરાયો દુષ્કર્મ

ગુજરાતમાં સતત બની રહેલી દુષ્કર્મની ઘટનાઓ વચ્ચે વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. આ સમયે હવે મધ્ય પ્રદેશના ઉજ્જૈનની એક યુવતીએ ફ્રેન્ડશિપમાં ફસાવી દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના અંગે મળતી વિગત મુજબ, મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-10 સુધી અભ્યાસ કરનાર એક યુવતીને ઈન્સ્ટાગ્રામ ID પર એક વર્ષ વધુ સમય પહેલા એક યુવકે ફ્રેન્ડસ રિકવેસ્ટ મોકલી હતી, જે યુવતીએ સ્વીકારતા બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આ યુવકે કપાયેલા હાથનો ફોટો મોકલી- ‘તું નહી આવે તો હું મરી જઈશ’ તેમ કહ્યુ હતું.

યુવકના આ શબ્દો બાદ ગભરાયેલી યુવતી ઉજ્જૈનથી ઓગસ્ટ-2019માં માતા-પિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી અને “જીદ્દી લડકા”ને મળી હતી. જે બાદ યુવક હોટલમાં જઈ વાત કરીએ તેમ કહી હોટલમાં લગ્નની લાલચ આપી આરોપીએ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઉપરાંત આરોપી યુવકે યુવતીને ઓક્ટોબર-2019માં ધમકી આપી અમદાવાદ બોલાવી અને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કર્યો હતો. ત્યારબાદ હવે આ મામલે યુવતીએ અમદાવાદમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…