Not Set/ સગીરા સાથે બળાત્કાર બાદ હત્યાનો આરોપી અને કુખ્યાત બુટલેગર જેલમાંથી થઇ ગયા ફરાર…

એક તરફ ગુજરાત રાજ્યમાં સહિત દેશભરમાં મહિલા વિરુદ્ધનાં ગુનામાં ભારે ઉછાળો જોવામાં આવી રહ્યો છે. અને મહિલા સાથે બળાત્કાર અને હત્યાનાં ગુનેગારોને સજા અપાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત સહિત કેન્દ્ર સરકાર પણ મથી રહી છે. તો ગુજરાતમાં પણ આવી જ રીતે સુરત બળાત્કારી અને હત્યારાને ફાંસીએ લટકાવી સમાજને દાખલો આપવાની કોશિશો કરાતી હોવાનું જોવામાં આવી […]

Gujarat Others
jail સગીરા સાથે બળાત્કાર બાદ હત્યાનો આરોપી અને કુખ્યાત બુટલેગર જેલમાંથી થઇ ગયા ફરાર...

એક તરફ ગુજરાત રાજ્યમાં સહિત દેશભરમાં મહિલા વિરુદ્ધનાં ગુનામાં ભારે ઉછાળો જોવામાં આવી રહ્યો છે. અને મહિલા સાથે બળાત્કાર અને હત્યાનાં ગુનેગારોને સજા અપાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલત સહિત કેન્દ્ર સરકાર પણ મથી રહી છે. તો ગુજરાતમાં પણ આવી જ રીતે સુરત બળાત્કારી અને હત્યારાને ફાંસીએ લટકાવી સમાજને દાખલો આપવાની કોશિશો કરાતી હોવાનું જોવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતનાં બીજા ખુણે જેલમાંથી આવા જ સંગીન અપરાધના આરોપી જેલમાંથી ફરાર થઇ રહ્યા છે. જી હા, આવો જ બે કેદીઓ જેલની દિવાલ લાંગી ભાગી છુટ્યાનો કિસ્સો સામે આવી રહ્યો છે.

દેવગઢબારિયા સબજેલમાંથી બે આરોપીઓ ફરાર થઈ જતા ચકચાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે બંને આરોપીઓ જેલની દીવાલ કૂદીને ફરાર થઈ ગયા છે. ફરાર થયેલા બંને આરોપીઓ પર સંગીન ગુના છે.

બને માંથી એક કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા છે, તો બીજો સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર પોસ્કોનો આરોપી કૌશિક ડામોર હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ અને જેલતંત્રની અબરુ લઇને છુ… થઇ ગયેલા આરોપીઓને શોધવા પોલીસ તંત્ર દોડતું થયું છે. પરંતુ ઘોડા વછુટી ગયા બાદ તબેલાને તાળા જેવો ક્યાસ અહીં જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

દેવગઢ બારીયા સબજેલ માંથી ૨ આરોપીઓ દીવાલ કુદી થયા ફરાર

વહેલી સવારે બંને આરોપીઓ જેલ ની દીવાલ કુદી થયા ફરાર

કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા તેમજ સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર પોસ્કો નો આરોપી કૌશિક ડામોર થયા ફરાર

પોલીસે બન્ને આરોપીઓ ને ઝાડપી પાડવાની તજવીજ હાથ ધરી