ભુવાનું સત્ય ઉજાગર/ દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરી હત્યા, સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ સહિત 8ની ધરપકડ

અમદાવાદમાં દુષ્કર્મ (Rape) નો ભોગ બનેલી યુવતીનું અપહરણ (Abducted)કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ઝોન-7 DCP બી.યુ જાડેજાએ જણાવ્યું હતુ કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ કાર્યરત છે. આ પગલે પાલડી પોલીસ […]

Ahmedabad Gujarat
Rape victim kidnapped and killed 8 arrested including Suraj Bhuwaji and his brother Yuvraj 2 દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરી હત્યા, સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ સહિત 8ની ધરપકડ

અમદાવાદમાં દુષ્કર્મ (Rape) નો ભોગ બનેલી યુવતીનું અપહરણ (Abducted)કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

સમગ્ર મામલે ઝોન-7 DCP બી.યુ જાડેજાએ જણાવ્યું હતુ કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ગુમ થયેલ મહિલાઓને શોધી કાઢવા બાબતની ડ્રાઈવ કાર્યરત છે. આ પગલે પાલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે રહેતી અને મૂળ જૂનાગઢ (Junagadh)ની ધારા કડીવાર નામની યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે છેલ્લા એકાદ વર્ષથી ગુમ હતી. આ બાબતની ગંભીરતા પૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. ધારાને શોધવા માટે DCP લેવલે ઝોન 7ની LCB, સ્થાનિક પોલીસ અને અમારી ટેક્નિકલ સર્વેલન્સ ટીમને કામે લાગી હતી. આ ટીમો દ્વારા છેલ્લા 15 દિવસથી સઘન તપાસ કરતા કેટલીક માહિતી મળી આવી હતી. જેના આધારે આ બનાવનો ભેદ ઉકેલાયો છે. ધારા કડીવાર ગત 19 જૂનના રોજ જૂનાગઢના પોતાના ઘરેથી સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ કારમાં અમદાવાદ  (Ahmedabad) આવવા રવાના થયા હતા. જે બાદ તેઓ મીત શાહના અમદાવાદના ઘરે આવ્યા હતા. જેના બીજા દિવસે ધારા કોઈને કહ્યા વગર મીતના ઘરેથી નીકળી ગઈ હતી. તેવું નિવેદન આપી સુરજ સોલંકીએ પાલડી પોલીસમાં અરજી આપી હતી. સુરજ દ્નારા પોલીસને જણાવ્યા મુજબ, ધારા પોતાનો સામાન લઈને મીતના ઘરેથી ચાલી ગઈ હતી, તેને મને વોટ્સએપ પર મેસેજ કરીને કહ્યું હતું કે, મને શોધવાની કોશિશ ન કરતા હું તમારા જીવનમાંથી હંમેશા માટે જાવ છું અને પોલીસના લફડામાં પણ પડતા નહીં. જેના એકાદ મહિના બાદ ધારાના ભાઈએ જાણવાજોગ પોલીસમાં અરજી કરી હતી કે, મારી બહેન છેલ્લે સુરજ ભુવાજીની સાથે નીકળી હતી, જે ગુમ થઈ ગઈ છે. તેનો કોઈ અતોપતો નથી. ત્યારથી પાલડી પોલીસ આ બાબતની તપાસ કરી રહી હતી. છેલ્લે અમારી ટીમને સફળતા મળી.
 
આ તપાસમાં સામે આવ્યું હતુ કે, 19 જૂનના રોજ ધારા, સુરજ ભુવાજી (સુરજ સોલંકી) અને મીત શાહ રાત્રે ચોટીલા ખાતે જમ્યુ હતું. જે બાદ ધારાને લલચાવી-ફોસલાવી સુરજ અને મીત ચોટીલાની બાજુમાં આવેલા સુરજ સોલંકીના મૂળ ગામ વાટાવચ્છ ખાતે લઈ ગયા હતા. વાટાવચ્છ ગામની સીમમાં સુરજના ભાઈ યુવરાજ અને તેનો મિત્ર ગુંજન જોશીએ આવીને ધારા સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન કારની પાછળની શીટમાં બેઠેલા મીત શાહે દુપટાથી ધારાને ગળાટૂપો દઈને હત્યા કરી હતી. આ સમયે અન્ય આરોપીએ પણ હત્યા કરવામાં મદદ કરી હતી અને ધારાના મૃતદેહને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ સૂકા લાકડા, ઘાસ ભેગુ કરી તેના પર ધારાનો મૃતદેહ મૂકી પેટ્રોલ છાંટીને ધારાનો મૃતદેહ સળગાવી દીધો હતો. જે બાદ આ ધારા ફરાર થયાનુ નાટક કર્યુ હતું. જેમાં મીતની માતા અને તેના ભાઈએ પણ સાથ આપ્યો હતો.

અગાઉ સુરજ ભુવા સામે આ જ યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. દુષ્કર્મની વાત છુપાવવા યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ યુવતી ફરાર થઈ ગઈ હોય તેવો ઘટનાક્રમ ઉભો કરાયો હતો. ભુવાના મિત્ર મિતની માતાને યુવતીના કપડા પહેરાવવામાં આવ્યા હતા. યુવતીના કપડા પહેરાવી માતાને પાલડીમાં ફેરવામાં આવી હતી. જેથી લોકોને એમ લાગે કે આ એજ યુવતી છે અને તે ભાગી ગઈ છે. આ કેસમાં પોલીસે (સુરજ સોલંકી) સુરજ ભુવાજી અને તેના ભાઈ યુવરાજ સોલંકી, મુકેશ સોલંકી, ગુંજન જોશી, મીત શાહ, મીતની માતા મોના શાહ, મીતનો ભાઈ જુગલ શાહ અને સંજય સોહલિયા નામના આરોપીની ધરપકડ કરી છે.