Not Set/ #રથયાત્રા: ભગવાનની નગરચર્યાની સાથે સાથે તમારી નગરયાત્રા પણ બનાવો સુલભ, જાણીલો આજે કયા રસ્તે જવું, કયા રસ્તે નહીં

ભગવાન જગ્નનાથ જ્યારે  શહેરની નગરચર્યા પર છે. ત્યારે તમારી નગરયાત્રાને સુલભ બનાવવા માટે આજે કયા રસ્તે ચાલવું કયા રસ્તે નહીં. તે જાણવું અત્યંત જરૂરૂ છે. અમદાવાદમાં જ્યારે ભક્તોનું ઘડાપુર વહી રહ્યું છે અને  લાખોની સંખ્યામાં ભાવિક, ભક્તો અને પ્રજાજનો ભગવાનની રથયાત્રામાં જોડાઇને પોતાને અહોભાગી અનુભવી રહ્યા છે. જગતનો નાથ પોતાની ગુરૂબંધુ બલરામ અને  વહાલી બહેન […]

Top Stories Ahmedabad Gujarat Navratri 2022
ahmedabad rath yatra picture #રથયાત્રા: ભગવાનની નગરચર્યાની સાથે સાથે તમારી નગરયાત્રા પણ બનાવો સુલભ, જાણીલો આજે કયા રસ્તે જવું, કયા રસ્તે નહીં

ભગવાન જગ્નનાથ જ્યારે  શહેરની નગરચર્યા પર છે. ત્યારે તમારી નગરયાત્રાને સુલભ બનાવવા માટે આજે કયા રસ્તે ચાલવું કયા રસ્તે નહીં. તે જાણવું અત્યંત જરૂરૂ છે. અમદાવાદમાં જ્યારે ભક્તોનું ઘડાપુર વહી રહ્યું છે અને  લાખોની સંખ્યામાં ભાવિક, ભક્તો અને પ્રજાજનો ભગવાનની રથયાત્રામાં જોડાઇને પોતાને અહોભાગી અનુભવી રહ્યા છે. જગતનો નાથ પોતાની ગુરૂબંધુ બલરામ અને  વહાલી બહેન સુભદ્રા કલાત્મક રથોમાં નગરચર્યાએ છે ત્યારે #રથયાત્રા નો આવો રહેશે રુટ અને નગરનાં આ રસ્તાની આવી રહેશે સ્થિતી.

dcjsdoi 10 #રથયાત્રા: ભગવાનની નગરચર્યાની સાથે સાથે તમારી નગરયાત્રા પણ બનાવો સુલભ, જાણીલો આજે કયા રસ્તે જવું, કયા રસ્તે નહીં

સવારેથી જ જમાલપુર ચોકીથી ખમાસા આવવા-જવાનો ટ્રાફીક બંધ રહેશે, તો ફરી આ રુટ સાંજે છ વાગ્યે  બંધ કરાશે. રાયખડ થી ખમાસા તરફ જતો ટ્રાફીક, આસ્ટોડીયા દરવાજાથી ખમાસા તરફનો રસ્તો બંધ, ગોળલીમડા, ઢાળની પોળ, દાણાપીઠ ચાર રસ્તા થી ગોળલીમડા સર્કલ સુધી રસ્તો, સારંગપુર ચકલાથી ખાડીયા, રાયપુરથી ખાડીયા તરફનો રસ્તો, પાંચકૂવા દરવાજાથી ખાડીયા તરફ, કાલુપુર બહાર તરફથી તથા અમદુપુરા તરફથી કાલુપુર બ્રીજ અને ઈંટવાડા સર્કલ સુધીનો રસ્તો, અમદુપુરા ત્રણ રસ્તાથી નરોડા તરફથી કાલુપુર બ્રિજ સુધીનો રસ્તો, બાપુનગર, પોટલીયા ચાર રસ્તા અને નિર્મળપુરા ચાર રસ્તાથી શારદાબહેન હોસ્પિટલ, રખિયાલ ચાર રસ્તા અને હરીભાઈ ગોદાણી દવાખાના થી સરસપુર ચાર રસ્તા અને જાલમપુરીની ચાલી સુધી, પ્રેમદરવાજા , દિલ્હી દરવાજાથી દિલ્હી ચકલા અને જોર્ડન રોડ, શાહપુર શંકરભવનથી શાહપુર સર્કલ,મિરઝાપુર થી પ્રભાત પ્રેસ ચાર રસ્તાથી દિલ્હી ચકલા સુધી, મિરઝાપુર સેંટ ઝેવિયર્સ સ્કુલ થી ટ્રાફીક ઘીકાંટ ચોકી, પથ્થરકૂવા થી ત્રણ દરવાજા બિસ્કીટ ગલી તથા કોર્ટ કમ્પાઉન્ડ થી ઘીકાંટા સુધી, ત્રણ દરવાજા થી પાનકોર નાકા સુધી, ગોળલીમડાથી પાનકોરનાકા, આસ્ટોડીયા દરવાજાથી ખમાસા, રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચાર રસ્તા અને ખમાસા ચાર રસ્તાથી ગોળલીમડા સુધી, ઓરિયેન્ટલ બિલ્ડીંગ થી ઘીકાંટા ચાર રસ્તા અને રિલીફ ચાર રસ્તાથી ઘીકાંટા ચાર રસ્તા સુધીના રસ્તા બંધ રહેશે. આ તમામ રથયાત્રા જે તે વિસ્તારમાં પહોંચે અને પસાર થાય ત્યાં સુધી બંધ રહેશે.

તમે કરી શકો છો આ તમામ માર્ગોનો વિકલ્પમાર્ગો તરીકે ઉપયોગ

મ્યુનિસીપલ હેલ્થ સ્લમ કવાર્ટસ થઈ ગાયકવાડ હવેલી માર્ગ, જયશંકર સુંદરી હોલ અને ઈટાલીયન બેકરી તરફ સુધી, એસટી સર્કલ, રાયપુર દરવાજા સુધીનો માર્ગ, રાજનગર શાક માર્કેટનો રસ્તો, સારંગપુર દરવાજા તરફનો રસ્તો,ઈદગાહ તરફનો રસ્તો, ટ્રાફીક અનિલ સ્ટાર્ચનો રસ્તો, ચામુંડાબ્રીજ તરફનો રસ્તો, રાયપુર મિલ તરફનો રસ્તો, દરિયાપુર દરવાજા તરફનો રસ્તો, કામા હોટલ ખાનપુરનો રસ્તો, જૂના પાવર હાઉસ શાહપુરનો રસ્તો, રિલીફ સિનેમા તરફ જતો રસ્તાનો ઉપયોગ જાહેર જનતા કરી શકશે.

 #રથયાત્રા પસાર થશે ત્યાં સુધી આ તમામ રસ્તા પર આવી રહેશે અવર-જવરની સ્થિતિ.  

સવારે 7થી 9.00 વાગ્યા સુધી જમાલપુર મંદિરથી ગોળલીમડા રૂટ બંધ
સવારે 9થી 10.30 સુધી ગોળલીમડાથી ખાડિયા રૂટ બંધ
સવારે 10.30થી 11.15 સુધી ખાડિયાથી કાલુપુર સર્કલ રૂટ બંધ
સવારે 11.15થી 12.00 સુધી કાલુપુર સર્કલથી સરસપુર ક્રોસ રોડ બંધ
બપોરે 12થી 1.30 સુધી સરસપુરથી શારદબેન હોસ્પિટલ રૂટ બંધ
બપોરે 1.30થી 2.00 સુધી શારદબેન હોસ્પિટલથી કાલુપુર રૂટ બંધ
બપોરે 2.00થી 2.30 સુધી કાલુપુર સર્કલથી પ્રેમદરવાજા રૂટ બંધ
બપોરે 2.30થી 3.15 સુધી પ્રેમ દરવાજાથી દિલ્હી ચકલા રૂટ બંધ
બપોરે 3.15થી 3.45 સુધી દિલ્હી ચકલાથી શાહપુર સર્કલ રૂટ બંધ
બપોરે 3.45થી 4.30 સુધી શાહપુર સર્કલથી આર સી સ્કૂલ રૂટ બંધ
સાંજે 4.30થી 5.00 આર સી સ્કૂલથી પીત્તળીયા બંબા રૂટ બંધ
સાંજે 5.00થી 5.45 સુધી પીત્તળીયા બંબાથી પાનકોર નાકા રૂટ બંધ
સાંજે 5.45થી 6.30 સુધી પાનકોર નાકાથી માણેકચોક રૂટ બંધ
સાંજે 6.30થી 8.00 સુધી માણેકચોકથી જમાલપુર મંદિર રૂટ બંધ

 

જુઓ ભગવાન જગ્નનાથની નગરચર્યા અમારી સાથે……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.